હજુ પણ કેટલા લોકોનો ભોગ લેશે હાર્ટ એટેક ? રાજકોટમાં 33 વર્ષિય રાજકુમારને આવ્યો હાર્ટએટેક

રાજકોટમાં વધુ એક યુવકનું હ્રદય ખોટકાયું.! 33 વર્ષનો રાજકુમાર રાત્રે સૂતા પછી ઉઠ્યો જ નહીં, પરિવારમાં આક્રંદ

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં હાર્ટ એટેકના મામલાએ જાણે રીતસરનો ઉપાડો લીધો છે. હજુ તો ગઈકાલે જ એક દિવસમાં હાર્ટ એટેકની ત્રણ ઘટના સામે આવી, ત્યારે હાલમાં રાજકોટમાંથી વધુ એક એક યુવકનું હાર્ટ એટેકથી મોત થયું હોવાનું સામે આવ્યુ છે.

રાજકોટમાં 33 વર્ષીય યુવકના મોત બાદ પરિવારમાં પણ શોકનો માહોલ છવાયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, રાજકોટની ગીતગુર્જર સોસાયટીમાં રહેતો 33 વર્ષીય રાજકુમાર આહુજા ગઈકાલે અચાનક બેભાન થઈ ગયો અને તે પછી ઘરના સભ્યો તેને લઈને હોસ્પિટલ પહોંચ્યા.

File Pic

જોકે, ત્યાં હાજર તબીબોએ તેને મૃત જાહેર કર્યો. આ પછી તો પરિવાર પર જાણે આભ ફાટી પડ્યું હતું. જો કે, હાલ તો યુવકના મૃતદેહને પીએમ અર્થ મોકલવામાં આવ્યો છે. તબીબોએ યુવકના મોત પાછળનું પ્રાથમિક કારણ હાર્ટ એટેક જણાવ્યું છે.

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

Shah Jina