જીવલેણ હાર્ટએટેક ! રાજકોટમાં એક જ દિવસમાં 3 યુવાઓના મોત- પરિવારમાં માતમ

રાજકોટમાં એક જ દિવસમાં હાર્ટ એટેકના ત્રણ બનાવ:ત્રણ જુદી-જુદી જગ્યાએ એકાએક છાતીમાં દુ:ખાવો ઉપડતાં 3 લોકો મોતને ભેંટ્યા, પરિવારમાં શોકનો માહોલ

ગુજરાતમાંથી છેલ્લા ઘણા સમયથી હાર્ટ એટેકથી મોના કિસ્સા સતત સામે આવી રહ્યા છે અને આ સિલસિલો વધતો જ જઇ રહ્યો છે. છેલ્લા કેટલાક સમયથી તો રાજકોટમાંથી આવા કિસ્સા વધારે સામે આવી રહ્યા છે, ત્યારે હાલમાં પણ રાજકોટમાંથી જ આવા કિસ્સા સામે આવ્યા. એક જ દિવસમાં રાજકોટમાં ત્રણ લોકોના હૃદય રોગના હુમલાને કારણે મોત થતા ચકચાર મચી ગઈ હતી અને ત્રણેય મૃતકોના પરિવારમાં માતમ છવાયો હતો.

રાજકોટ પંથકમાં રહેતા કિશન ધાબેલીયા, રાજેન્દ્રસિંહ વાળા અને મહેન્દ્ર પરમારને છાતીમાં દુ:ખાવો ઉપડવાની ફરિયાદ બાદ પરિવાર દ્વારા તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા પણ મોત થયુ હતુ. કિશન ધાબેલીયા, રાજેન્દ્રસિંહ વાળા અને મહેન્દ્ર પરમાર નામના 26 વર્ષીય, 40 વર્ષીય અને 41 વર્ષીય યુવકનો હાર્ટ એટેકે ભોગ લીધો.

પ્રાપ્ત જાણકારી અનસાર, રાજકોટના રૈયા રોડ પર હનુમાન મઢી ચોક પાસે કેન્સર હોસ્પિટલ પાછળ તિરુપતિ સોસાયટીમાં રહેતાં 26 વર્ષિય કિશન ધાબલીયાને સવારે છાતીમાં દુઃખાવો ઉપડતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો પણ તેનું મોત નિપજ્યું. તે HDFC બેંકમાં કેશીયર તરીકે નોકરી કરતો હતો.

હાલ તો મોતનું પ્રાથમિક તારણ હાર્ટ એટેક હોવાનું કહેવાય છે, જો કે પીએમ રિપોર્ટ આવ્યા બાદ મોતનું સાચું કારણ સામે આવશે. બીજા બનાવની વિગત તપાસીએ તો, કોઠારીયા રોડ પર તિરુપતિ સોસાયટીમાં રહેતાં 40 વર્ષિય રાજેન્દ્રસિંહ સવારે ઘરે હતા ત્યારે છાતીમાં દુઃખાવો ઉપડ્યો.

તે પછી તેમને ખાનગી હોસ્પિટલમાં અને ત્યાંથી બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા પણ તેમનું મોત નિપજ્યુ. રાજેન્દ્રસિંહ પ્રાઇવેટ નોકરી કરતા હતા અને તેમને સંતાનમાં બે પુત્રી પણ છે.

ત્રીજા બનાવની વિગત તપાસીએ તો, કાલાવડ રોડ પર અવધ હાઉસિંગ સોસાયટીમાં છઠ્ઠા માળે રહેતાં 41 વર્ષિય મહેન્દ્ર પરમાર ગઇકાલે સાંજે ઘરે હતા ત્યારે છાતીમાં દુઃખાવો ઉપડતાં બેભાન થઇ ગયા અને તે પછી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા, પણ તેમણે દમ તોડી દેતાં પરિવારમાં માતમ ફેલાયો હતો.

Shah Jina