ખબર

સ્પાની આડમાં કુટણખાનુ ! રાજકોટમાં પોલિસે 2 સ્પામાં દરોડા પડ્યા, અંદરનો નઝારો જોઈને પોતે પણ ચોંકી ઉઠ્યા

ગુજરાતમાંથી ઘણીવાર એવા કિસ્સા સામે આવે છે જેમાં સ્પાની આડમાં સંચાલકો કુટણખાનુ ચલાવતા હોય છે. પોલિસ દ્વારા આવી જગ્યા પર દરોડો પાડી અને સમગ્ર ઘટનાનો પર્દાફાશ કરવામાં આવે છે અને અહીથી જે રૂપલલનાઓ અને સંચાલકો મળી આવે તેમની ધરપકડ કરી અને પૂછપરછ પણ હાથ ધરવામાં આવતી હોય છે અને ત્યારે ઘણી વાતો સામે પણ આવતી હોય છે. રાજકોટમાં થોડા દિવસ પહેલા જ પોલિસ દ્વારા 2 સ્પામાં દરોડો પાડવામાં આવ્યો હતો અને 5 સંચાલકોની ધરપકડ કરવામાં આવી હતી.

પ્રતિકાત્મક તસવીર

ઉલ્લેખનીય છે કે, કોરોનાકાળને કારણે સ્પા પર પ્રતિબંધ હતો અને મંજૂરી મળ્યા બાદ ફરીથી સ્પાના નામે દેહ વિક્રયનો ધંધો ચાલતા હોવાની માહિતી મળતા ડીસીપી ઝોન-2 મનોહરસિંહ જાડેજાએ તેમના વિસ્તારમાં ઘણા સ્પા પર એકસાથે ચેકિંગ હાથ ધર્યુ હતુ અને પોલિસ અલગ અલગ સ્પામાં ત્રાટકી હતી ત્યારે શહેરના કાલાવડ રોજ પર સ્વામિનારાયણ મંદિર સામે અમીવર્ષા કોમ્પલેક્ષમાં જે રોયલ ફેમિલી સ્પા આવેલુ છે ત્યાં પોલિસે રેડ પાડી ત્યારે એક ગ્રાહક યુવતિ સાથે આપત્તિજનક હાલતમાં મળી આવ્યો હતો.

પ્રતિકાત્મક તસવીર

પોલિસે સ્પા સંચાલક હિરેન નીતિન જોશી અને ગ્રાહક પાર્થ બાબુ રાદડિયાની ધરપકડ કરી હતી. સ્પામાંથી પોલિસને રાજકોટ અને દિલ્હીની બે યુવતિ પણ મળી આવી હતી. તેની પૂછપરછ કરતા સ્પા સંચાલકના આવા ગોરખધંધાનો પર્દાફાશ થયો હતો. આ ઉપરાંત એક અન્ય સ્પા કે જેનું નામ રોયલ મિન્ટ સ્પા છે ત્યાં પણ દરોડા પાડવામાં આવ્યા હતા અને ત્યાંથી પોલિસે સ્પા સંચાલક અક્ષય જીતેશ મકવાણા, મેનેજર હિરેન દીપક વાઘેલા અને ગ્રાહક જીગર રમેશ દૂધરેજિયાને ઝડપી લીધા હતા. સંચાલક દિલ્હીની બે યુવતિઓ અને રાજકોટની એક યુવતિને સ્પામાં રાખી તેની પાસેથી આવા ધંધો કરાવતો હોવાની વાત સામે આવી હતી.