વધુ બે યુવકોનો હાર્ટ એટેકે લીધો ભોગ, રાજકોટમાં હ્રદયરોગના હુમલાથી બેના મોત

રાજકોટમાં રાત્રે સૂતા બાદ 34 વર્ષનો યુવક ઉઠ્યો જ નહીં, 45 વર્ષના આધેડ વાડીમાં જ બેભાન, બંનેના મોત- જાણો આખી મેટર

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

Rajkot Heart Attack News : ગુજરાતમાંથી છેલ્લા ઘણા સમયથી હાર્ટ એટેકથી મોતની ઘણી ઘટના સામે આવી રહી છે. ત્યારે હાલમાં ફરી એકવાર આવો મામલો સામે આવ્યો છે રાજકોટમાંથી. કોઠારીયા મેઇન રોડ પર ખોખડદડ નદી પાસે આવેલ ઓમ ઉદ્યોગનગરમાં રહેતા અને કારખાનામાં મજૂરી કામ કરતા 34 વર્ષિય રાશીદખાન બેભાન હાલતમાં ઢળી પડ્યો અને તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો પણ તેનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું હોવાનું તબીબોએ જણાવ્યુ.

ત્યારે ઘટનાને લઇને શ્રમિક પરિવારમાં ગમગીની છવાઈ ગઇ. બીજી ઘટનામાં, કોઠારીયા ગામે રહેતા 45 વર્ષિય રાજેશભાઈ ભૂત સવારના દસેક વાગ્યા આસપાસ ખોરાણા ગામે આવેલ પોતાની વાડીએ હતા ત્યારે હૃદય રોગનો હુમલો આવતા તેમને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડાયા પણ સારવાર કારગત નીવડે એ પહેલા જ તેમને મૃત જાહેર કરાયા.

ત્યારે હજુ પણ એક ઘટના સામે આવી, જેમાં માર્કેટિંગ યાર્ડ સામે આવેલ ભગીરથ સોસાયટીમાં રહેતી 21 વર્ષિય ધારાબેન સોલંકી પોતાના ઘરે બેભાન હાલતમાં ઢળી પડી અને આવી જ રીતે પ્રેમ મંદિર પાછળ રવિ પાર્કમાં રહેતા 56 વર્ષિય માણેકમ ઘોળી પોતાના ઘરે હતા, ત્યારે બેભાન થઈ ગયા. આ ઉપરાંત મનહરપુરમાં રહેતા મધુબેન પણ પોતાના ઘરે બેશુદ્ધ હાલતમાં ઢળી પડ્યા હતા.

File Pic

જો કે, ત્રણેયને હોસ્પિટલ ખસેડાયા હતા પણ ત્રણેયે હોસ્પિટલના બિછાને દમ તોડી દીધો. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં છેલ્લા એક વર્ષમાં હાર્ટ એટેકના ઘણા કિસ્સા સામે આવ્યા છે અને યુવાઓનું પણ હૃદયરોગના હુમલાને કારણે મોત થવું એ આજની પેઢી માટે ચિંતાજનક છે.

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

Shah Jina