રાજકોટમાં કાતિલ ઠંડીએ લીધો 8માં ધોરણમાં ભણતી બાળકીનો જીવ, ચાલુ ક્લાસમાં આવ્યો હાર્ટ એટેક, માતાએ કહ્યું “મારી ફૂલ જેવી દીકરી…”

દેશભરમાં હાલ ઠંડીનો જબરદસ્ત ચમકારો જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં પણ એવી ઠંડી પડી રહી છે કે ઘરની બહાર નીકળવાનું પણ મન ના થાય. ત્યારે આ ઠંડીના કારણે ઘણા લોકો મુશ્કેલીઓમાં પણ મુકાતા હોય છે, ત્યારે આવી કાતિલ ઠંડીના કારણે રાજકોટમાં બાળકીને પોતાનો જીવ જ ગુમાવવો પડ્યો. બાળકીને ચાલુ ક્લાસમાં જ હાર્ટ એટેક આવ્યો અને તેને દમ તોડી દીધો, જેના બાદ પરિવારમાં પણ માતામ છવાયો છે.

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર ગોંડલ રોડ પર આવેલી એ.વી. જસાણી સ્કૂલમાં ધોરણ 8માં અભ્યાસ કરતી 17 વર્ષીય રિયા સોનીને અભ્યાસ કરતા સમયે જ ચાલુ ક્લાસમાં ધ્રુજારી આવી હતી અને તે બેભાન થઈને નીચે પડી ગઈ હતી, જેના બાદ સ્કૂલ સંચાલકો દ્વારા તેને તાત્કાલિક સ્કૂલવેનમાં જ દોશી હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. જ્યાં તબીબો દ્વારા રિયાને મૃત જાહેર કરવામાં આવી હતી.

સગીરાના મોતના સમાચાર મળતા જ પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.ઘટના નાગે જાણ થતા જ પોલીસ પણ હોસ્પિટલ પહોંચી હતી અને રિયાના મૃતદેહને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં પોસ્ટરમોર્ટમ માટે ખસેડીને આગળની કાર્યવાહી પણ હાથ ઘરી હતી. રિયાની માતાએ જણાવ્યું કે, “આજે મેં મારી ફૂલ જેવી દીકરીને ખોઈ નાખી છે. મારી દીકરીને હૃદયની જ નહીં પરંતુ કોઈપણ જાતનો એને રૂંવાડે પણ રોગ નહતો. ઠંડીમાં તેને બ્લડ એને જામી ગયું એના હૃદયમાં એને લીધે એની બધી નળીઓ બંધ થઈ ગઈ. જેમાં મારી દીકરી 10 જ મિનિટમાં જતી રહી મને છોડીને !”

આ ઉપરાંત રિયાની માતાએ સ્કૂલના સમયમાં પણ ફેરફાર કરવા અને આવી ઠંડીમાં સવારની શાળા ના રાખવા તેમજ સ્કૂલમાં સ્કૂલના સ્વેટરના બદલે જાડા જેકેટ બાળકોને પહેરવા દેવા પણ વિનંતી કરી હતી. તેમને એમ પણ જણાવ્યું કે સ્કૂલના સ્વેટર આ ઠંડી ના ઝીલી શકે. રિયાના પિતા સોની કામ કરીને ગુજરાન ચલાવે છે. આ પરિવાર 10 વર્ષથી યુગાન્ડા રહેતો હતો પરંતુ કોરોના બાદ તે રાજકોટમાં સ્થાયી થયા.

Niraj Patel