હે ભગવાન આ શું….રાજકોટમાં ઘરના આ નજીકના સભ્યે 17 વર્ષની દીકરીને ગર્ભવતી કરી નાખી, સગીરાએ હોસ્પિટલમાં જઈને…..
ગુજરાતમાં અવાર નવાર દુષ્કર્મના કિસ્સા સામે આવે છે, જેમાં યુવતિઓ અને મહિલાઓની સાથે સાથે હવે સગીરાઓને પણ નરાધમો પોતાની હવસનો શિકાર બનાવતી હોય છે. દુષ્કર્મના ઘણા કિસ્સાઓમાં તો સંબંધ પણ શર્મશાર થાય છે. ત્યારે હાલમાં આવો જ એક કિસ્સો રાજકોટમાંથી સામે આવ્યો છે, જેમાં પરિવાર સાથે ખેતમજૂરી કામ કરતી 17 વર્ષની સગીરા તેના જ પિતરાઇ ભાઇની હવસનો શિકાર બની અને અચાનક તેની તબિયત લથડતાં તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી.
જ્યાં સગીરા ગર્ભવતી હોવાથી તેને પ્રસૂતાની પીડા થતી હોવાનું બહાર આવ્યું અને બાદમાં સગીરાએ બાળકને જન્મ આપ્યો. આ ઘટના બાદ તો પરિવાર સ્તબ્ધ થઈ ગયો હતો. જે બાદ આ ઘટનાની જાણ પરિવારે કુવાડવા પોલીસને કરી અને તપાસમાં જાણવા મળ્યું કે સગીરાએ બાળકને જન્મ આપ્યો, તે તેના પિતરાઈ ભાઈનું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, મહીસાગરના ગાડિયા ગામે રહેતા સગીરાના પિતરાઈ ભાઈએ લગ્નની લાલચ આપી વારંવાર ઘરે આવી દુષ્કર્મ આચર્યું હતું, અને આને કારણે ગર્ભ રહી જતા સગીરાએ બાળકને જન્મ આપ્યો હતો.
આ મામલે પોલિસે પિતાની ફરિયાદ પરથી ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, નવજાત બાળકને શ્વાસ લેવામાં તકલીફ હોવાને કારણે NICUમાં દાખલ કરાયું હતુ અને સગીરાને ઝનાના વિભાગમાં દાખલ કરાયા બાદ પોલીસને જાણ કરવામાં આવી હતી. સગીરા પર દુષ્કર્મ મહીસાગર પંથકમાં રહેતા પિતરાઈ ભાઇએ આચર્યું હતુ અને તેને કારણે ગર્ભ રહી જતા પીડિત સગીરા કુંવારી માતા બની હતી. રાજકોટ પંથકની વાડીમાં રહી ખેતમજૂરી કરતો પીડિતાનો પરિવાર પહેલા મહીસાગર વતનમાં રહેતો હતો. ગત ફેબ્રુઆર માસથી જ આ પરિવાર અહીં રહી મજૂરી કરે છે.
જણાવી દઇએ કે, પરાપિપળિયામાં પરિવારજનો સાથે રહીને ખેતમજૂરી કરતી એમપીની 17 વર્ષની સગીરાને બાજુની વાડીમાં ખેતમજૂરી કરતા કિશન સાથે આંખ મળી જતા તે નવેક મહિના પહેલા ભાગી ગઇ હતી અને સગીરાના પરિવારજનોએ તે સમયે ફરિયાદ નોંધાવતાં ગાંધીગ્રામ પોલીસે તપાસ શરૂ કરી ત્રણ મહિના બાદ સગીરા અને કિશનને ઝડપી લીધા હતા. કિશને સગીરા સાથે શરીર સંબંધ બાંધ્યા હોવાને કારણે ગર્ભવતી બનેલી સગીરાને 10 દિવસ પહેલાં જ પેટમાં દુખાવો ઉપડતા તેને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી અને ત્યાં તેણે પુત્રને જન્મ આપ્યો હતો. સગીરા કુંવારી માતા બનતાંની જાણ કરાતાં ગાંધીગ્રામ પોલીસ દોડી ગઇ હતી.