હે ભગવાન ! આ શું થઇ રહ્યુ છે…15 વર્ષના કિશોરને ચાલુ બાઇકે આવ્યો હાર્ટ એટેક, અચાનક ઢળી પડ્યો

હાર્ટએટેક:દિવાળી કરવા વતન રાજકોટ આવેલા 15 વર્ષના તરુણનું હાર્ટએટેકથી મોત

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

ગુજરાતમાંથી સતત હાર્ટ એટેકથી થતા મોત ચિંતા વધારી રહ્યા છે, ત્યારે રાજકોટમાં પણ નાની ઉંમરે કિશોર અને યુવાઓના હાર્ટ એટેકથી મોત થઇ રહ્યા છે અને આ સિલસિલો તો અટકવાનું નામ જ નથી લઇ રહ્યો. ત્યારે હાલમાં 15 વર્ષના કિશોરનું ચાલુ બાઇક પર હાર્ટ એટેક આવતા મોત થયું હોવાનું સામે આવ્યુ છે. આ ઘટના બાદથી તો પરિવાર પણ આઘાતમાં છે.

15 વર્ષના કિશોરને ચાલુ બાઇકે આવ્યો હાર્ટ એટેક

પ્રાપ્ત માહિતી અનુસાર, રાજકોટમાં કોઠારિયા રોડ પર શ્યામ હોલ પાસે શ્રદ્ધા સોસાયટીમાં રહેતો 15 વર્ષિય પૂજન હૈદરાબાદમાં ગુરુકુળમાં અભ્યાસ કરતો હતો. દિવાળી વેકેશનને કારણે તે પોતાના ઘરે રાજકોટ આવ્યો હતો. જો કે, જ્યારે પૂજન સાંજે તેના પિતાના બાઈક પર બેસીને બહાર જઈ રહ્યો હતો ત્યારે અચાનક તેને છાતીમાં દુઃખાવો ઉપડ્યો અને બાઈક પરથી ઢળી પડ્યો. જો કે, તેને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો પણ ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.

File Pic

માતા-પિતાએ ગુમાવ્યો એકનો એક દીકરો

ત્યારે ઘટનાની જાણ થતા જ પરિવાર પર તો દુખોનો પહાડ તૂટી પડ્યો હતો. માલવીયાનગર પોલીસ સ્ટાફ પણ ઘટનાની જાણ થતા સિવિલ હોસ્પિટલ પહોંચ્યો હતો અને પ્રાથમિક પૂછપરછ કરી હતી. પૂજન તેના માતા-પિતાનો એકનો એક દીકરો હતો અને તે હૈદરાબાદમાં ગુરુકુળમાં ધોરણ 10માં અભ્યાસ કરતો હતો.

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

Shah Jina