હે રામ, આ શું થયું ….15 વર્ષનો કિશોર ચાલુ બાઇકે અચાનક ઢળી પડ્યો, વાંચો સમગ્ર અહેવાલ
હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં
ગુજરાતમાંથી સતત હાર્ટ એટેકથી થતા મોત ચિંતા વધારી રહ્યા છે, ત્યારે રાજકોટમાં પણ નાની ઉંમરે કિશોર અને યુવાઓના હાર્ટ એટેકથી મોત થઇ રહ્યા છે અને આ સિલસિલો તો અટકવાનું નામ જ નથી લઇ રહ્યો. ત્યારે હાલમાં રાજકોટમાં 15 વર્ષીય કિશોરનું હાર્ટ એટેકથી મોત થયું હોવાની ખબર સામે આવી રહી છે. 15 વર્ષિય પૂજન તેના પિતાના બાઈક પાછળ બેસીને જઇ રહ્યો હતો.
આ દરમિયાન તે અચાનક ચાલુ બાઈકે હાર્ટ અટેક આવતા ઢળી પડ્યો. તેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતુ. ત્યારે 15 વર્ષીય દીકરાને ગુમાવ્યા બાદ પરિવાર પર પણ દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે. પૂજન રાજકોટની શ્રદ્ધા સોસાયટીમાં રહેતો હતો અને તે હૈદરાબાદમાં ધોરણ 10માં અભ્યાસ કરતો હતો. દિવાળી મનાવવા તે પરિવાર સાથે રાજકોટ આવ્યો હતો. જો કે તેનું મોત થતા પરિવાર પણ આઘાતમાં છે.
હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં