14 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરીને ગર્ભવતી બનાવનાર નરાધમને કોર્ટે સખત સજા ફટકારી, હવસખોરો પણ કંપી ઉઠશે

રાજ્યમાંથી ઘણીવાર દુષ્કર્મ અને છેડતી સાથે સાથે એવા એવા કિસ્સા પણ સામે આવે છે જેમાં કેટલીકવાર આરોપી દ્વારા કોઇ યુવતિ કે સગીરા અથવા તો મહિલા સાથે રેપ કરી તેને પ્રેગ્નેટ કરી દેવામાં આવે છે અને પછી તેને તરછોડી દેવામાં આવે છે. તો ઘણીવાર એવા પણ કિસ્સા સામે આવે છે કે પીડિતા સાથે દુષ્કર્મ આચર્યા બાદ તેની હત્યા કરી દેવામાં આવે છે. જો કે, આવા ઘણા મામલામાં કોર્ટ દ્વારા આરોપીઓને કડકમાં કડક સજા પણ આપવામાં આવે છે. (તમામ તસવીરો પ્રતિકાત્મક છે)

ત્યારે હાલમાં જ એક સગીરા પર દુષ્કર્મ ગુજારી તેને ગર્ભવતી બનાવવાના મામલે કોર્ટે આરોપીને સજા ફટકારી છે. આ કિસ્સો રાજકોટનો છે. ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં વર્ષ 2018માં એક 14 વર્ષની સગીરા પર આરોપીઓ દ્વારા બળાત્કાર ગુજારી તેને ગર્ભવતી બનાવી દેવામાં આવી હતી અને આ ગુનામાં પોલીસે આરોપીની ધરપકડ કરી હતી.

આરોપીનો કેસ રાજકોટની પોકસો અદાલતમાં ચાલ્યો હતો અને આરોપી સામે ગુનો પુરવાર થતા પોક્સો અદાલતે આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે અને સાથે સાથે 5000 રુપિયાનો દંડ પણ ફટકાર્યો છે. 14 વર્ષની સગીરા પર આરોપી અને તેના સાથીદારો દ્વારા શરીર સબંધ બાંધી બળાત્કાર ગુજારી તેને ગર્ભવતી બનાવવામાં આવી હતી.

જો કે, બાળકીને પેટમાં દુખાવો ઉપડતા ડૉક્ટર પાસે લઇ જવામાં આવી અને પછી તે ગર્ભવતી હોવાની જાણ થતા પોલીસ ફરિયાદ નોંધાવાઇ હતી. ફરિયાદના આધારે પોલીસે આરોપીઓ નાનજીભાઈ જારીયા, અરવિંદ કુબાવત, વીજાનંદ માયંદ, વિપુલ ચાવડા, ગોવિંદ સાકરીયાને ઝડપી પાડ્યા હતા અને પોક્સો એક્ટ હેઠળ કેસ ચાલતા કોર્ટે આજીવન કેદની સજા સંભળાવી છે.

આરોપીને વધુમાં વધુ સજા કરવી જોઈએ અને તે રજુઆતને ધ્યાને લઇ તેમજ દસ્તાવેજી પુરાવાઓ અને જુબાનીઓને ધ્યાને લઇ નામદાર પોકસો અદાલતના જજ જે.ડી. સુથારે આરોપીને આજીવન કેદની સજા ફટકારી અને 5000 રુપિયાનો દંડ કર્યો. આરોપી ઘટના બની તે સમયે બાળકિશોર હતો પણ હાલમાં તે પુખ્ત વયનો થઇ ગયો છે અને તેની ઉંમર 23 વર્ષ જેટલી છે, તેથી તેને સુધારા ગૃહમાં નહી પણ જેલ હવાલે કરી આપવામાં આવ્યો છે.

Shah Jina