ખબર

રાજકોટમાં સામે આવ્યો ચોંકાવનારો કિસ્સો, 13 વર્ષિય કિશોરી પર 12 વર્ષના 2 કિશોરોએ આચર્યુ દુષ્કર્મ

13 વર્ષિય કિશોરી ને 12 વર્ષના 2 કિશોરોએ ધાબા પર બોલાવી અને પછી…

રાજકોટમાં કાલાવડ રોડ પર 13 વર્ષની સગીરા પર તેના જ એપાર્ટમેન્ટમાં રહેતાં 12 વર્ષના બે છોકરાઓએ સામૂહિક દુષ્કર્મ આચરવાનો કિસ્સો સામે આવ્યો છે અને આ કિસ્સો સામે આવતા ચકચાર મચી જવા પામી છે. ડોગ રમાડવાનાં બહાને 13 વર્ષની કિશોરીને અગાસીમાં લઈ જઈ 12-12 વર્ષનાં બે કિશોરેએ સામૂહિક દુષ્કર્મ આચર્યું હોવાનું જાણવા મળ્યું છે.

પ્રતિકાત્મક તસવીર

બંને કિશોરોએ પોતાના એપાર્ટમેન્ટમાં રહેતી કિશોરી સાથે આ કૃત્ય કર્યુ અને આ બાબતે ફરિયાદ મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે.

પ્રતિકાત્મક તસવીર

આ ગુનામાં સંડોવાયેલા બંને કિશોરો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બનાવની વિગત પ્રમાણે, કાલાવાડ રોડ પર મોટમવા વિસ્તારમાં રહેતી સગીરા તેના કિશોર મિત્રો સાથે રમી રહી હતી. ત્યારે બંને કિશોરોએ કિશોરીને રમાડવા માટે અગાશીમાં બોલાવી હતી. તેથી કિશોરી રમવા માટે પહોંચી હતી. કિશોરી જ્યારે અગાશી પર પહોંચી તો છોકરાઓએ દરવાજો બંધ કરી દીધો હતો. પછી બંને કિશોરોએ છોકરી પર સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું.

પ્રતિકાત્મક તસવીર

છોકરી જેમ તેમ કરીને દોડતી દોડતી પોતાના ઘરે પહોંચી હતી. અને રડતાં રડતાં પોતાની આપવીતી માતાને જણાવી હતી.માતાએ આ મામલે છોકરીના પિતાને જાણ કરી. તેઓએ આ મામલે કાલાવડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.