ઉપલેટામાં 12 વર્ષની બાળકીને 22 વર્ષના નરાધમે પહેલા પોતાની જાળમાં ફસાવી અને વાડી વિસ્તારમાં લઇ જઇ…

ગુજરાતમાંથી ઘણીવાર મહિલાઓ પર અત્યાચાર અને દુષ્કર્મના અનેક કિસ્સા સાંભળવા મળતા હોય છે અને તેમાં અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા અગ્રેસર જણાય છે. હાલ પણ દુષ્કર્મનો કિસ્સો સામે આવ્યો છે, જે રાજકોટનો છે. અહીં એક 12 વર્ષની બાળકી સાથે દુષ્કર્મનો કિસ્સો સામે આવ્યો છે. આ બાળકી ટયૂશન જતી હતી અને તેની સાથે આરોપીએ પરિચય કેળવ્યો ત્યાર બાદ તે તેને વાડી વિસ્તારમાં લઇ ગયો અને ત્યાં તેણે બાળકી પર દુષ્કર્મ આચર્યુ, આ કિસ્સો સામે આવતા જ ઉપલેટા પોલિસ મથકમાં ચકચાર મચી જવા પામી છે. આ ઘટના બાદ તાત્કાલિક પોલિસે નરાધમ મુકેશ સોલંકી કે જેની ઉંમર 22 વર્ષ છે તેને ઝડપી પાડી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પ્રતિકાત્મક તસવીર

ઘટનાની વિગત તપાસીએ તો, આરોપી મુકેશ ઉપલેટા વડલી ચોકમાં ચાની દુકાનમાં કામ કરે છે અને તેની નજર શાળામાં આવતી એક 12 વર્ષની બાળકી કે જે ધોરણ 6માં અભ્યાસ કરે છે તેના પર પડી હતી ત્યારે તેણે એ બાળકીને પોતાની જાળમાં ફસાવી હતી. તે સ્કૂલ પર જતો અને તેને નાસ્તો અને ચોકલેટ આપતો આ રીતે તેણે ધીમે ધીમે તેની સાથે મિત્રતા કેળવી અને પછી પરિવારના સભ્યોનો મોબાઇલ નંબર પણ બાળકી પાસેથી મેળવી લીધો અને તે તેમના સંપર્કમાં પણ રહેતો હતો. બાળકી જયારે 4થી 6 વાગ્યા સુધી ટયૂશનમાં જતી ત્યારે પણ તે આરોપી ત્યાં પહોંચી જતો અને તેને વાતોમાં ભોળવતો હતો.

આરોપી મુકેશ

ગઇકાલના રોજ બાળકી રોજના સમયે ઘરેથી ટયૂશન માટે નીકળી હતી અને ત્યારે પણ તે ત્યાં પહોંચી ગયો. બાળકી ટયૂશનથી ઘરે ના આવી તો પરિવારે તેની શોધખોળ શરૂ કરી હતી અને પોલિસને પણ જાણ કરી હતી. આ દરમિયાન આરોપી તેને 9 વાગ્યા આસપાસ બાઇક પર ઘરેથી થોડા દૂર મૂકી જતો રહ્યો હતો. બાળકી આવતા જ પરિવારજનોએ તેને પૂછ્યુ હતુ કે તે કેમ મોડી પડી તો બાળકી રડી પડી અને તેણે પોતાની સાથે થયેલ વાત જણાવી. બાળકી પર દુષ્કર્મ થયાની જાણ થતા જ પરિવારજનો હચમચી ઉઠ્યા અને તરત જ પોલિસ સ્ટેશન જઇ આરોપી મુકેશ વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો.

પ્રતિકાત્મક તસવીર

પોલીસને પ્રાથમિક તબક્કે એવું જાણવા મળ્યું કે પીડિત બાળકી છેલ્લે ત્રણ માસથી આ નરાધમે ગુજારેલા ત્રાસનાં કારણે બાળકી અવસ્થ બની ગઈ છે કે ગભરાટને કારણે આવી પરિસ્થિતિમાં મુકાઇ ગઇ છે જે બાબતે પોલીસ તપાસ કરી રહી છે, આ ઘટનાને પગલે ઉપલેટા પોલીસે આરોપીની ધરપકડ કરી અને તેના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.

Shah Jina