રાજકોટમાં ન્યુ જાગનાથમાં 10 વર્ષની માસૂમ બાળાએ કરી આત્મહત્યા, લટકતી હાલતમાં જોતા માતાના પગ તળેથી જમીન સરકી ગઈ

ગુજરાતમાંથી અવાર નવાર બાળકો અને યુવાનો સહિત વિદ્યાર્થીઓના આપઘાતની ઘણી ઘટનાઓ સામે આવતી રહે છે. આ ઘટનાઓમાં ચિંતાજનક વધારો પણ જોવા મળી રહ્યો છે. જો કે, નાની ઉંમરમાં બાળકોના આપઘાત કર્યાની ઘટનાઓ માતા-પિતા માટે લાલબતી સમાન છે. ત્યારે હાલમાં જ રાજકોટમાંથી આપઘાતનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.જેમાં એક 10 વર્ષની સગીરાએ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. આ કિસ્સો એ ડિવિઝન પોલિસ સ્ટેશન વિસ્તારમાંથી સામે આવ્યો છે. 10 વર્ષિય બાળકીએ ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે.

પ્રતિકાત્મક તસવીર

હાલ તો પોલિસ આ આપઘાતનું કારણ શોધી રહી છે. ઘટનાની પ્રાપ્ત વિગત અનુસાર રાજકોટના એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ન્યુ જાગનાથમાં રહેતા એક પરિવારની માસૂમ દીકરીએ બાથરૂમમાં ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી. માતાએ જ્યારે વ્હાસોયી દીકરીને લટકતી હાલતમાં જોઇ તો તેમના તો પગ નીચેથી જાણે કે જમીન સરકી ગઈ. જો કે, સગીરાને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.

પ્રતીકાત્મક તસ્વીર

પરંતુ ત્યાં હાજર તબીબોએ તેને મૃત જાહેર કરી હતી. આ ઘટનાની જાણ થતા જ પોલિસ દોડી આવી હતી અને જરૂરી કાર્યવાહી બાદ લાશને પીએમ માટે ખસેડવામાં આવી હતી. જે બાદ પરિવારજનોને સોંપવામાં આવી. મૃતક બે ભાઇ અને બે બહેનોમાં સૌથી મોટી હતી. તેના પિતા રાજકોટમાં સની પાજી દા ઢાબામાં કુક તરીકે કામ કરતા હતા. આપઘાત કર્યા પહેલા મૃતકે તેના પિતાને ટિફિન આપવા જવાનું પણ કહ્યુ હતુ.

આ બાબતે માતા અને પુત્રી વચ્ચે થોડી બોલાચાલી થઇ જેના કારણે બાળકીએ આપઘાત કર્યો હોવાનું અનુમાન છે. જો કે, સાચુ કારણ શું છે તે તો હવે તપાસ બાદ કદાચ સામે આવશે. જો કે, હાલ તો પરિવાર પર દુખોનો પહાડ તૂટી પડ્યો છે.

Shah Jina