અભિનેતા સુશાંત સિંહ રાજપૂત નિધન બાદ શંકાના ઘેરામાં ઘેરાયેલી તેની પ્રેમિકા રિયા ચક્રવર્તી તેની નવી તસ્વીરોને લઈને ખુબ જ ચર્ચામાં છે. રોડીઝ ફેમ રાજીવ લક્ષ્મણ સાથે એક પાર્ટીની અંદર તેની ગળે મળતા તસવીરો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ હતી.

આ તસ્વીરોને રાજીવે જ પોતાના ઇન્સ્ટાગ્રામ ઉપર શેર કરી હતી જેની સાથે તેને કેપશનમાં My Girl લખ્યું હતું, હવે તેને લઈને મોટો વિવાદ સર્જાયો છે. રાજીવે આ તસ્વીરોને સોશિયલ મીડિયામાંથી ડીલીટ કરી નાખી છે, સાથે આ બાબતે સ્પષ્ટતા કરી છે. રાજીવે જે સ્પષ્ટતા કરતી નવી પોસ્ટ કરી છે તેની અંદર તેને લખ્યું છે કે, “એવું લાગે છે કે મેં પોતાની એક પોસ્ટની અંદર શબ્દોની ગેરજવાબદાર પસંદગીના કારણે ઘણી જ મુશ્કેલીઓ ઉભી કરી દીધી છે. રિયા મારી પ્રેમાળ જૂની મિત્ર છે, તેને હું બીજીવાર મળીને ખુબ જ ખુશ છું, અને ઈચ્છું છું કે તે હંમેશા ખુશ રહે” રાજીવે આ પોસ્ટને પણ ડીલીટ કરી દીધી હતી.

રાજીવની આ પોસ્ટ આવવા સુધી તો સોશિયલ મીડિયામાં તે બંનેની તસવીરો ખુબ જ વાયરલ થઇ ચુકી હતી. સામે આવેલી તસ્વીરોમાં રિયાએ ચેક કલરનું બ્લેજર આઉટફિટ પહેર્યું હતું. તેની સાથે રિયાએ લાઈટ મેકઅપ અને ખુલ્લા વાળ સાથે લુકને પરફેક્ટ કર્યો હતો.

આ તસ્વીરોની અંદર રિયા રાજીવને ગળે લગાવીને પોઝ આપતી જોવા મળી રહી છે. આ દરમિયાન રિયા ખુબ જ ખુશ જોવા મળી રહી છે. રિયાની આ તસવીરો જોતા એવું લાગી રહ્યું છે કે રિયા હવે ધીમે ધીમે પોતાની નોર્મલ લાઈફમાં પાછી ફરી રહી છે. સોશિયલ મીડિયામાં પણ તેની આ તસવીરો ઘણી જ વાયરલ થઇ રહી છે.