નીતુ કપૂરે કહી આ વાત
રાજ કપૂરના સૌથી નાના દીકરા અને ઋષિ કપૂર અને રણધીર કપૂરના નાના ભાઇનું 58 વર્ષની ઉંમરમાં હાર્ટ એટેકથી નિધન થયું છે. રાજીવ કપૂરના અંતિમ સંસ્કાર ગઇકાલે જ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન પરિવારના બધા જ સભ્યો હાજર રહ્યા હતા. રણબીર અને અરમાન સહિત પરિવારના ઘણા સભ્યોએ તેમના પાર્થિવ શરીરને ખભો આપ્યો હતો. બોલિવૂડના ઘણા કલાકારો રાજીવ કપૂરને શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા. હાલમાં રાજીવ કપૂરના ચોથાને લઈને ખાસ ખબર આવે રહી છે.

રાજીવ કપૂરની ભાભી નીતુ કપૂરે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરીને રાજીવ કપૂરના ચોથા વિષેની માહિતી આપી હતી. નીતુએ જણાવ્યું હતું કે ‘કોરોના મહામારીને જોતા રાજીવ કપૂરનું ચોથું નહીં થાય. સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. ભગવાન તેમની આત્માને શાંતિ આપે.’
View this post on Instagram
જણાવી દઈએ કે રણધીર કપૂરે આ દુઃખદ સમાચાર જણાવ્યા હતા તેમને કહ્યું હતું કે ‘મેં મારા સાથી નાના ભાઈ રાજીવને ગુમાવ્યો છે. તે હવે આ દુનિયામાં નથી રહ્યો. ડોક્ટરે તેમને બચાવવાનો પૂરો પ્રયત્ન કર્યો પરંતુ બચાવી ન શક્યા.’

જે સમયે રાજીવ કપૂરને હાર્ટ એટેક આવ્યો ત્યારે તેમના સૌથી મોટા ભાઈ રણધીર કપૂર તેમની સાથે હતા. જણાવી દઈએ કે ગયા વર્ષે જ તેમના ભાઇ ઋષિ કપૂરનું નિધન થયું હતું. તેના પછી રાજીવનું જવું પરિવાર માટે ખુબ જ મોટો ઝટકો છે.
રાજીવ કપૂરે પોતાના કરિયરની શરૂઆત ”એક જામ હૈ હમ સ’થી કરી હતી. 1983માં આવેલી આ સુપર હિટ ફિલ્મ હતી. પરંતુ પહેલી ફિલ્મ સુપર હિટ હોવા છતાં પણ રાજીવનું કરિયર ફ્લોપ જ રહ્યું હતું. પછી તેઓ એક્ટિંગ છોડીને નિર્દેશન કરવા લાગ્યા હતા. ઘણા ઓછા લોકો જાણતા હશે કે રાજીવ કપૂર અને તેમના પિતા સાથેનો સંબંધ સારા ન હતા અને તેનું કારણ હતું ફિલ્મ ‘રામ તેરી ગંગા મૈલી’.

રાજીવ કપૂરે ‘આસમાન’, ‘મેરા સાથી’, ‘લાવા’, ‘અંગારે’, ‘જલજલા’, ‘હમ તો ચાલે પરદેશ’, ‘શુક્રિયા’, ‘નાગ નાગિન’, ‘જિમ્મેદાર’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.