રાજીવને કપૂરને અંતિમ વિદાય આપવા માટે ભેગો થયો પરિવાર, કરીના અને રણબીરથી લઇને તારા સુતારિયા પણ પહોંચી
બોલિવુડ ફિલ્મ નિર્માતા અને અભિનેતા તેમજ બોલિવુડના દિગ્ગજ અભિનેતા ઋષિ કપૂર અને રણધીર કપૂરના નાના ભાઇ રાજીવ કપૂરનું આજે નિધન થઇ ગયું છે. તેઓ 58 વર્ષના હતા.

રીપોર્ટ અનુસાર તેમને હાર્ટ અટેક આવ્યો હતો અને આ દરમિયાન તેમની સાથે રણધીર કપૂર હતા. તેઓ રાજીવ કપૂરને હોસ્પિટલ લઇ ગયા હતા. પરંતુ તેમનું નિધન થઇ ગયું.

રાજીવ કપૂરની તબિયત ખરાબ થયાના સમાચાર મળતા જ મોટા ભાઇ રણધીર કપૂર તરત જ પહોંચી ગયા હતા. રાજીવ કપૂરના અંતિમ સમયમાં રણધીર કપૂર તેમની સાથે હતા.

હોસ્પિટલથી રાજીવ કપૂરના પાર્થિવ દેહને લઇને રણધીર કપૂર ઘરે પહંચી ચૂક્યા છે. રણધીર કપૂરની સાથે તેમનો ભત્રીજો અરમાન જૈન પણ હોસ્પિટલ પહોંચ્યો હતો.

રાજીવ કપૂરને શ્રદ્ધાંજલિ આપવા માટે સમગ્ર પરિવાર આવી ગયો છે. સેલેબ્સ પણ પહોંચી ચૂક્યા છે. રણધીર કપૂરના ચહેરા પર ભાઇને ખોયાનું દર્દ ખૂબ જ દેખાઇ રહ્યુ છે.

રાજીવ કપૂરને શ્રદ્ધાંજલિ આપવા માટે કરીના કપૂર, કરીશ્મા કપૂર, ચંકી પાંડે, સંજય કપૂર, આદર જૈન, અરમાન જૈન, રણબીર કપૂર વગેરે પહોંચી ગયા છે.

કરીશ્મા કપૂર માતા બબીતા સાથે પહોંચી હતી. ત્યાં જ રણબીર કપૂર પણ માતા નીતૂ કપૂર સાથે પહોંચ્યા હતા. બોલિવુડ અભિનેત્રી તારા સુતારિયા પણ રાજીવ કપૂરના ઘરે પહોંચી હતી.

રાજીવ કપૂર રાજ કપૂરના સૌથી નાના દીકરા હતા. રાજીવ કપૂર, રણધીર કપૂર અને ઋષિ કપૂર ત્રણેય ભાઇઓમાં ખૂબ જ સારી બોન્ડિંગ હતી. રાજીવ કપૂર કપૂર પરિવારનો અટૂટ હિસ્સો હતા. રાજીવ કપૂરના નિધન બાદ કપૂર પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો છે.
