ખબર ફિલ્મી દુનિયા

જીવનભર નીતુ સિંહના દેવરનો ખરાબ રહ્યો પિતા રાજ કપૂર સાથે સંબંધ, ન ફિલ્મો ચાલી અને ન તો પર્સનલ લાઈફ

અભિનેતા ઋષિ કપૂર અને રણધીર કપૂરના નાના ભાઈ રાજીવ કપૂરનું હૃદયનો હુમલો આવવાને લીધે નિધન થઇ ગયું છે. 58 વર્ષના રાજીવ કપૂરેને મંગળવારે હાર્ટ અટેક આવ્યો હતો જેને લીધે તેને હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યા હતા, જેના પછી સારવાર દરમ્યાન તેનું મૃત્યુ થયું છે.

Image Source

રાજીવ કપૂરના નિધનથી પૂરો કપૂર પરિવાર શૌકમાં ડૂબી ગયો છે અને દરેક કોઈ તેને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. આ ખાસ અવસર પર તમને રાજીવ કપૂરના જીવનની અમુક ખાસ વાતો જણાવીએ.

Image Source

રાજીવ કપૂરને ફિલ્મ રામ તેરી ગંગા મૈલી ફિલ્મમાં પોતાના અભિનય માટે ખુબ જણાવામાં આવે છે.આ સિવાય તેમણે પ્રેમ ગ્રંથ ફિલ્મનું ડાયરેક્શન પણ કર્યું હતુ. રાજીવ કપૂરે કારકિર્દીની શરૂઆત 1983 માં આવેલી ફિલ્મ ‘એક જાन હૈ હમ’ દ્વારા કરી હતી. ફિલ્મ ખુબ સુપર હિટ રહી હતી પણ તેના પછી તેની કારકિર્દી ફ્લોપ રહી હતી અને અમુક ફિલ્મો કર્યા પછી રાજીવે અભિનય છોડી દીધું અને ફિલ્મો ડાયરેક્ટ કરવા લાગ્યા.

Image Source

ખુબ ઓછા લોકો જાણતા હશે કે રાજીવ કપૂરના તેના પિતા રાજ કપૂર સાથેનો સંબંધ સારો ન હતો. દીકરાની કારકિર્દી બનાવવા માટે રાજ કપૂરે રામ તેરી ગંગા મૈલી ફિલ્મ બનાવી અને તેમાં રાજીવ અને મંદાકિનીને કાસ્ટ કર્યા હતા. ફિલ્મ સુપરહિટ રહી પણ તે ફેમસ અદાકારા મંદાકિનીને લીધે ના કે રાજીવ કપૂરને લીધે.

Image Source

ફિલ્મ હિટ થયા પછી પણ રાજીવ કપૂરને કઈ ફાયદો ન મળ્યો અને પુરી લાઈમલાઈટ માત્ર મંદાકિનીને જ મળી. ફિલ્મ પછી મંદાકિની રાતોરાત સ્ટાર બની ગઈ અને રાજીવ કપૂર ત્યાં ને ત્યાં જ રહી ગયા. રાજીવ કપૂરનું માનવું હતું કે તેના માટે જવાબદાર તેના પિતા રાજ કપૂર છે.

Image Source

રાજીવ કપૂર ઇચ્છતા હતા કે આ ફિલ્મ પછી પિતા તેના માટે બીજી ફિલ્મ પણ બનાવે જેથી તેને પણ મંદાકિનીની જેમ સ્ટાર હોવાનો ફાયદો મળે પણ રાજ કપૂરે આવું ન કર્યું અને તેણે રાજીવને એક અસિસ્ટન્ટના સ્વરૂપે રાખ્યા. રાજીવ યુનિટનું બધું જ કામ સંભળાતા હતા જે એક સ્પોટબોય અને અસિસ્ટન્ટ કરતા હોય.

Image Source

આ બધાને લીધે રાજીવ પિતાથી નારાજ હતા. એવું પણ જાણવા મળ્યું હતું કે રાજીવ એટલી હદ સુધી પિતાથી નારાજ હતા કે તે તેના અંતિમ સંસ્કારમાં પણ ગયા ન હતા. રાજીવ કપૂરે આસમાન, મેરા સાથી, લાવા, લવર બોય, અંગારે, જલજલા, હમ તો ચલે પરદેશ, શુક્રિયા, નાગ નાગિન જેવી ફિલ્મોમાં કામ કર્યું, પણ સુપરહિટ સાબિત ન થઇ શક્યા.