બોલીવુડના દિગ્ગજ અભિનેતા એવા રાજ કપૂરના સૌથી નાના દીકરા રાજ કપૂર 9 ફેબ્રુઆરીના રોજ દુનિયા છોડી ચાલ્યા ગયા હતા. માત્ર 58 વર્ષની ઉંમરે હૃદયનો હુમલો આવવાથી તેનું નિધન થયું હતું. જો કે રાજીવ કપૂરે વધારે ફિલ્મો તો નથી કરી છતાં પણ લાઇમલાઇટમાં ચોક્કસ રહેતા હતા. આજે તમને રાજીવ કપૂરના જીવનની અમુક ખાસ અજાણી વાતો જણાવીશું.
રાજીવજીની ફિલ્મી કારકિર્દી ખુબ નાની રહી હતી. તે પોતાના ભાઈઓ રણધીર કપૂર અને ઋષિ કપૂરની જેમ બેસ્ટ અભિનેતા સાબિત થઇ શક્યા ન હતા.તેની ફિલ્મ રામ તેરી ગંગા મૈલી ખુબ હીટ રહી હતી પણ તેના પછી તેણે કઈ ખાસ ફિલ્મો કરી ન હતી.
ફિલ્મોમાં અભિનયને બદલે રાજીવ રોમાન્સ માટે જાણવામાં આવતા હતા.પોતાની કારકિર્દીમાં રાજીવે માત્ર 8 જેટલી ફિલ્મોમાં જ કામ કર્યું હતું. અભિનયમાં સફળતા ન મળવાથી તેમણે ફિલ્મો ડાયરેક્ટ કરવાનું શરૂ કર્યું.પણ રાજીવ અહીં પણ નાકામ રહ્યા હતા.
પોતાના જીવનમાં રાજીવનું નામ ઘણી અભિનેત્રીઓ સાથે જોડાયુ હતું પણ તેમણે આરતી અબ્બાસ સાથે લગ્ન કર્યા હતા. જો કે લગ્નના બે વર્ષ પછી બંનેએ છૂટાછેડા લઇ લીધા હતા. જો કે રાજીવની પહેલી પ્રેમિકા અભિનેત્રી દિવ્યા રાણા હતી, બન્નેએ 1983 માં એક જાન હૈ હમ થી ડેબ્યુ કર્યું હતું. ફિલ્મ રિલીઝ પછી બંનેના અફેરની ચર્ચાઓ ચાલી હતી. જો કે અમુક સમય પછી દિવ્યાએ સંબંધ તોડી નાખ્યો હતો.
આ સિવાય અભિનેત્રી નગમાં સાથે પણ તેનું નામ જોડાયું હતું પણ તે રાજીવે તેને માત્ર અફવા જણાવ્યું હતું.રાજીવના જીવનમાં અભિનેત્રી તુષ્ણા પણ આવી હતી. બંનેએ વર્ષ 1995 માં ક્રિમિનલ ખંજરમાં કામ કર્યું હતું.
આરતી સાથેના છૂટાછેડા પછી રાજીવ એકલા જ રહ્યા અને કોઈની પણ સાથે લગ્ન કર્યા ન હતા. જો કે માનવામાં આવી રહ્યું છે કે રાજીવ નિધનના પહેલા ઘણા સમયથી સુનીતા નામની મહિલા સાથે રિલેશનમાં રહેતા હતા.
કપૂર ખાનદાન પણ આ વાત જાણતો હતો પણ ક્યારેય આ બાબત વિશે તેમને કંઈપણ પૂછ્યું ન હતું અને ન તો રાજીવ સુનીતાને ક્યારેય ઘરે લાઈને આવ્યા હતા. જાણકારીના આધારે રાજીવ સુનીતા સાથે ખુબ જ ખુશ હતા.
રણધીર અને ઋષિ કપૂરે પણ ક્યારેય રાજીવને સુનીતા સાથે લગ્ન કરવા બાબતે કઈ જ પૂછ્યું ન હતું. રાજીવને પોતાની આઝાદી પસંદ હતી અને તે ઈચ્છતા ન હતા કે પોતાની આઝાદી ખતમ થઇ જાય.