આજે બોલિવુડ અભિનેતા ઋષિ કપૂર અને રણધીર કપૂરના નાના ભાઇ રાજીવ કપૂરનું નિધન થઇ ગયું. તેમનું હાર્ટ અટેકને કારણે થયું. કાકાના સમાચાર મળતા જ કરીના કપૂર અને કરિશ્મા કપૂર તેમની માતા બબિતા સાથે તેમના ઘરે પહોંચી.

રાજીવ કપૂરે 58 વર્ષની ઉંમરે જીવનના અંતિમ શ્વાસ લીધા. તેમના નિધનથી કપૂર પરિવારમાં શોકની લાગણી પ્રસરી ગઇ છે. રાજીવ કપૂરના મોટા ભાઇ રણધીર કપૂર તેમના છેલ્લા સમયમાં તેમના સાથે હતા.

કરીના કપૂર તેના ઘરેથી નીકળતી જોવા મળી રહી છે ત્યારે તેની સાથે તેની બહેન કરિશ્મા કપૂર અને માતા બબીતા કપૂર પણ હાજર છે. આ દરમિયાન કરીના કપૂર ઘણી પરેશાન જોવા મળી અને કરીશ્મા કપૂર ફોન પર વ્યસ્ત જોવા મળી હતી. ત્રણેય એક જ ગાડીમાં રાજીવ કપૂરના ઘરે પહોંચ્યા હતા.

તમને જણાવી દઇએ કે કરીના કપૂર પ્રેગ્નેટ છે અને તે જલ્દી જ તેના બીજા બાળકને જન્મ આપવાની છે. તે ફેબ્રુઆરીમાં જ તેના બીજા બાળકને જન્મ આપવાની છે.

રાજીવ કપૂર એક અભિનેતા, ફિલ્મમેકર અને પ્રોડયુસર હતા. તેમણે રામ તેરી ગંગા મેલી જેવી અનેક ફિલ્મોમાં અભિનય કર્યો છે. તેમના નિધનથી બોલિવુડમાં પણ શોકની લાગણી છવાઇ ગઇ છે. તમને જણાવી દઇએ કે, ગયા વર્ષે જ ઋષિ કપૂરનુ નિધન થયું હતું.