ખબર ફિલ્મી દુનિયા

2 વર્ષમાં તૂટી ગયા હતા રાજીવ કપૂરના લગ્ન, આ અભિનેત્રીના કારણે પિતા રાજ કપૂર સાથે કર્યો હતો ઝઘડો

અભિનેતા રણધીર કપૂર અને ઋષિ કપૂરના નાના ભાઈ રાજીવ કપૂરની નિધન  થઇ ગયું છે. તેમની ઉંમર 58 વર્ષની હતી. તેમની મોતનું કારણ હાર્ટ એટેક હતું. આજે રાજીવ કપૂરને તેમને ચેમ્બુર સ્થિત ઘરમાં હાર્ટ એટેક આવ્યો હતો. ત્યારબાદ રણબીર કપૂર સહીત પરિવારના બાકી સદસ્યો તેમને હોસ્પિટલ લઇ ગયા હતા. પરંતુ ત્યાં તેમને ડોક્ટરોએ મૃત જાહેર કર્યા હતા.

રાજીવ કપૂરે ઘણી ફિલ્મોમાં કામ કર્યું હતું પરંતુ તે મોટી સફળતા ના મેળવી શક્યા જે તેમના ભાઈઓને મળી હતી. તેમને વર્ષ 1983માં ફિલ્મ એક જાન હે હમથી બોલીવુડમાં પગ મુક્યો હતો. ત્યારબાદ તે નાગ નાગિન, હમ તો ચાલે પરદેશ. જલજલા, અંગારે રામ તેરી ગંગા મેલી જેવી ઘણી ફીલોમાં કામ કર્યું હતું. આ ઉપરાંત રાજીવ કપૂરે હિના, પ્રેમગ્રંથ અને આ અબ લૌટ ચલે જેવી ફિલ્મોમાં પ્રોડ્યુસર તરીકે પણ કામ કર્યું હતું.

રાજીવ કપૂર રાજ કપૂરના નાના દીકરા હતા. તે 1985માં આવેલી ફિલ્મ રામ તેરી ગંગા મેલી માટે ઓળખાતા હતા. તેમના અંગત જીવનની વાત કરીએ તો તેમેને વર્ષ 2001માં આર્કિટેક્ટ આરતી સબરવાલ સાથે લગ્ન કર્યા હતા. પરંતુ આ લગ્ન વધારે ટકી ના શક્ય અને બે વર્ષ એટલે કે વર્ષ 2003માં જ તેમના છૂટાછેડા થઇ ગયા હતા.

રાજીવ કપૂરે રામ તેરી ગંગા મેલી ફિલ્મમાં કામ કર્યું હતું જેના ડાયરેક્ટર તેમના પિતા રાજપુર હતા. ફિલ્મને સફળતા મળી અને તેની મુખ્ય અભિનેત્રી મંદાકિનીને લઈને રાજીવનો તેના પિતા સાથે ઝઘડો પણ થઇ ગયો હતો.

રામ તેરી ગંગા મેલી ફિલ્મ તો સફળ રહી પરંતુ રાજીવથી વધારે ઓળખ ફિલ્મની મુખ્ય અભિનેત્રી મંદાકિનીને મળી અને તે રાતોરાત સ્ટાર બની ગઈ. રાજીવ કપૂરનું માનવું હતું કે તેના જવબદાર તેના પિતા રાજ કપૂર છે કારણ કે તેમને રાજીવથી પણ વધારે દમદાર રોલ મંદાકિનીને આપ્યો. જેના કારણે તેમનો તેના પિતા સાથે ઝઘડો થઇ ગયો હતો.

ખબરો પ્રમાણે એ પણ સામે આવ્યું હતું કે રાજીવે તેના પિતા પાસે એવી માંગણી કરી હતી કે રામ તેરી ગંગા મેલી બાદ એક બીજી ફિલ્મ તે બનાવે અને તેમાં તેને દમદાર રોલ આપવામાં આવે.