બોલિવુડ અભિનેતા અને રાજ કપૂરના સૌથી નાના દીકરા રાજીવ કપૂરનું આજ રજ મુંબઇ ખાતે નિધન થયું છે. ગયા વર્ષે જ રાજ કપૂરના દીકરા ઋષિ કપૂરનું નિધન થયુ હતું.
એક વર્ષમાં જ ફરીથી કપૂર પરિવારમાં દુ:ખના સમાચાર સામે આવ્યા છે. રાજીવ કપૂરે 58 વર્ષની ઉંમરમાં તેમના જીવનના અંતિમ શ્વાસ લીધા.
રાજીવ કપૂરના નિધનથી માત્ર કપૂર પરિવારમાં જ નહિ પરંતુ બોલિવુડમાં પણ શોકની લાગણી છવાઇ ગઇ છે. ખબર અનુસાર તેમને હાર્ટ અટેક આવ્યા બાદ રણધીર કપૂર તેમને તરત જ હોસ્પિટલ સારવાર માટે લઇ ગયા હતા પરંતુ ડોક્ટરોએ તેમને મૃત ઘોષિત કરી દીધા. રાજીવ કપૂરના અંતિમ સમયે રણધીર કપૂર તેમની સાથે હતા.
રાજીવ કપૂરની ભાભી અને ઋષિ કપૂરની પત્નિ નીતૂ કપૂરે રાજીવ કપૂરની તસવીર શેર કરી હતી. કેપ્શનમાં તેમણે RIP લખ્યુ હતું.
View this post on Instagram
રાજીવ કપૂરે ભલે ફિલ્મોમાં તેમની ઓળખ ન બનાવી હોય પરંતુ તે કપૂર પરિવારનો અટૂટ હિસ્સો હતા. કપૂર પરિવાર સાથે તેમની ખાસ બોન્ડિંગ હતી.રાજીવ કપૂર ઋષિ કપૂર અને રણધીર કપૂર સાથે ઘણી સારી બોન્ડિંગ ધરાવતા હતા. ગયા વર્ષે જ કપૂર પરિવારે ઋષિ કપૂરને ગુમાવ્યા છે અને હવે તેમને ફરી એક વડીલને ગુમાવ્યા છે.
રાજ કપૂરના ત્રણ દીકરાઓમાં રાજીવ કપૂર સૌથી નાના હતા. ત્રણ ભાઇઓમાં રણધીર કપૂર મોટા છે. રણધીર કપૂર અને રાજીવ કપૂરની ઉંમરમાં લગભગ 15 વર્ષ જેટલો ફરક છે.
રાજીવ કપૂરના નિધન પર સમગ્ર કપૂર પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો છે. તેઓ કપૂર પરિવારનો અટૂટ હિસ્સો હતા. તેમના નિધન પર કરીશ્મા કપૂરે તેમને યાદ કરીને ફેમિલી તસવીર પણ શેર કરી છે. રાજીવ કપૂરે વર્ષ 2001માં આર્કિટેક આરતી સબરવાલ સાથે લગ્ન કર્યા હતા પરંતુ તેમના લગ્ન ન ચાલ્યા અને બંને અલગ થઇ ગયા.