સુપરસ્ટાર રજનીકાંત પાસે છે આજે કરોડોની પ્રોપર્ટી, આલીશાન બંગલાની તસવીરો જોઇ ચક્કર ખાઇ જશો

આટલો આલીશાન છે રજનીકાંતનો બંગલો, અંદર જ નહિ બહારની સજાવટ પણ છે અનોખી, પહેલા કયારેય નહિ જોઇ હોય

સિનેમા જગતનું એવું એક નામ જેને પૂરી દુનિયા ઇજ્જત અને મોહબ્બતથી નવાજે છે. સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સુપરસ્ટાર રજનીકાંતે તેમની એક અલગ ઓળખ બનાવી છે. શિવાજી રાવ ગાયકવાડ જેને પૂરી દુનિયા રજનીકાંતના નામથી જાણે છે.

આજે તેમના અવાજ અને તેમની સ્ટાઇલના સૌ કોઇ દીવાના છે. ભારતીય સિનેમામાં તેમના યોગદાન માટે તેમને ભારતનું ત્રીજુ સર્વોચ્ચ સમ્માન, પદ્મ ભૂષણ મળ્યો છે.

તમને જણાવી દઇએ કે, અભિનેતા બન્યા પહેલા તેઓ બેંગ્લોર ટ્રાંસપોર્ટ સર્વીસમાં બસ કંડક્ટરના પદ પર કાર્યરત હતા. પરંતુ આજે તેઓ કરોડોની સંપત્તિના માલિક છે. રજનીકાંત એક રોયલ લાઇફસ્ટાઇલના માલિક છે. તેમની પાસે એક આલીશાન ઘર છે. જે કોઇ 5 સ્ટાર હોટલથી કમ નથી.

સુપરસ્ટાર રજનીકાંતના ઘરની સુંદરતા અને ભવ્યતા જોવાલાયક છે. તેમનું આલીશાન ઘર ચેન્નાઇના પોજ ગાર્ડનમાં બનેલુ છે અને ત્યાં તેઓ તેમના પરિવાર સાથે રહે છે. રજનીકાંત ભારતીય સિનેમાના સૌથી વધુ કમાણી કરનાર અભિનેતામાં સામેલ છે. ચેન્નાઇમાં તેમનો જે બંગલો છે તે તેમનું એક સપનુ હતુ, જે તેઓ જીવી રહ્યા છે.

ઘણી બ્લોકબસ્ટર ફિલ્મો આપનાર આ મેગાસ્ટારને તેમના ચાહકો ભગવાનની જેમ પૂજે છે. રજનીકાંત આમ તો ચેન્નાઇમાં રહે છે પરંતુ દેશના અલગ અલગ રાજયોમાં તેમના પાસે કેટલાક બંગલા છે. 5-6 વર્ષ પહેલા તેમણે પુણેમાં એક શાનદાર ઘર ખરીદ્યુ હતુ.

રજનીકાંતના ઘરના રૂમ કોઇ ફાઇવ સ્ટાર હોટલના રૂમથી પણ વધારે ભવ્ય છે. અંદરથી જ નહિ પરંતુ બહારથી પણ ખૂબ જ અનોખી સ્ટાઇલમાં નજર આવે છે રજનીકાંતનો બંગલો. બંગલાના સિટીંગ એરિયામાં ડાર્ક બ્રાઉન કલરના સોફા છે. બંગલાની બહાર મોટો ગાર્ડન એરિયા છે. તેમજ વોશ એરિયાની સજાવટમાં પણ કોઇ કમી છોડવામાં આવી નથી.

સુપરસ્ટાર રજનીકાંત લત્તા સાથે 26 ફેબ્રુઆરી 1981ના રોજ તિરુપતિ ભગવાન વેંકટેશ્વર મંદિરમાં લગ્નના બંધનમાં બંધાયા હતા અને ત્યારથી તેઓ એકબીજાનો સાથ નિભાવી રહ્યા છે.

રજનીકાંતના આલીશાન બંગલાની એન્ટ્રીથી લઇને ઘરનું પાછળનું ગાર્ડન, ખૂબ જ ખૂબસુરત જોવા મળે છે. પારંપારિક અને ક્લાસિક વસ્તુઓનો ઉપયોગ બંગલામાં કરવામા આવ્યો છે. રજનીકાંત બોલિવુડના સૌથી ફેવરિટ તમિલ અભિનેતામાંના એક છે. ભલે તેઓને સાઉથ સિનેમામાં કામ કરીને ઓળખ મળી હોય પરંતુ માયાનગરી મુંબઇથી તેમનો સંબંધ જરૂર રહ્યો છે.

રજનીકાંતનો જન્મ એક મરાઠી પરિવારમાં થયો હતો. તેમનું નામ શિવાજીરાવ ગાયકવાડ શિવાજી મહારાજથી પ્રેરિત થઇને રાખવામાં આવ્યુ હતુ. રજનીકાંતે 1983માં ફિલ્મ “અંધા કાનૂન”થી તેમના બોલિવુડ કરિયરની શરૂઆત કરી હતા. આ ફિલ્મમાં તેમની સાથે હેમા માલિની અને અમિતાભ બચ્ચન હતા.

તે સમયે રજનીકાંત સાઉથ સિનેમામાં તેમની જગ્યા સ્થાપિત કરી ચૂક્યા હતા અને બોલિવુડમાં કિસ્મત આજમાવવા આવ્યા હતા. આ ફિલ્મ તે સમયની સૌથી વધારે કમાણી કરનાર ફિલ્મોમાંની એક સાબિત થઇ હતી.

એક રીપોર્ટ અનુસાર એવું જણાવવામાં આવે છે કે રજનીકાંત લગભગ 376 કરોડ રૂપિયાની સંપત્તિના માલિક છે.

Shah Jina