સુરતમાં સૌથી મોંઘા લગ્ન: રાજહંસ ગ્રુપના જોરદાર લગ્ન, અંદાજે 60 કરોડ ખર્ચી નાખ્યા, મોટા મોટા સેલિબ્રિટી ઉમટી પડ્યા

આપણા દેશમાં આજકાલ મેરેજની સીઝન ચાલી રહી છે અને સામાન્ય માણસો સાથે સાથે ઘણા બધા મોટા મોટા સેલિબ્રિટી પણ લગ્ન કરી રહ્યા છે. દેશના ઘણા બધા ઉદ્યોગપતિઓના સંતાનોના પણ લગ્ન થઇ રહ્યા છે ત્યારે આવા લગ્નમાં રજવાડી ઠાઠમાઠ પણ જોવા મળતો હોય છે, આવા લગ્નનું આયોજન ખુબ જ ભવ્ય રીતે થતું પણ હોય છે.

દોસ્તો આજકાલ લગ્નમાં તામઝામમાં કરોડો રૂપિયા ખર્ચવાનો એક નવો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. એવામાં સમગ્ર રાજ્યમાં કેટલાક મોટા ગજાના ઉદ્યોગપતિઓ વિદેશમાં ડેસ્ટિનેશન લોકેશન પસંદ કરી ગુપ્તતા જાળવી સામાન્ય લોકોની નજરથી બચવા લગ્ન પ્રસંગ યોજી લો પ્રોફાઈલ રહેવાનું પસંદ કરતા હોય છે

અને અમુક લોકો આવી લો પ્રોફાઈલ લાઈફ સ્ટાઇલને પસંદ કરતા નથી. હવે સુરતના રાજહંસ ગ્રુપના બિલ્ડર જયેશ દેસાઈનું પણ એમાં ઉમેરાઈ ચૂક્યું છે. સુરતના જાણીતા રાજહંસ ગ્રુપના ચેરમેન જયેશ દેસાઈના ભત્રીજી અને વિજય દેસાઈના દીકરીના લગ્નનો ચારધામનો મંડપ અને લગ્નમાં ખર્ચાયેલા કરોડો રૂપિયા શહેરના તમામ વર્ગના લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.

રાજહંસ ગ્રુપના બિલ્ડર વિજય દેસાઈના દીકરીના મેરેજમાં કરોડો રૂપિયાનો અદભુત,આલિશાન,અકલ્પનીય સેટ તૈયાર કરાવ્યો હતો. તસ્વીરોમાં તમે જોઈ શકો છો કે આ ભવ્ય મેરેજમાં બોલીવુડ અને રાજકારણની અનેક મોટી હસ્તીઓ મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. 3 દિવસ પહેલા 27 જાન્યુઆરીના રોજ સુરતના ડુમસ રોડ ખાતે આવેલ પાર્ટી પ્લોટમાં આ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું.

ત્યારે હાલ સુરતમાં એક એવા જ ભવ્ય લગ્ન યોજાયા હતા. જેણે લોકોનું ધ્યાન ખેંચ્યું અને આ લગ્નની ઘણી બધી તસવીરો અને વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યા છે. આ લગ્ન હતા સુરતના જાણીતા ઉદ્યોગપતિ અને રાજહંસ ગ્રુપના ચેરમેન જયેશ દેસાઈના ભાઈ વિજય દેસાઈની દીકરીના.

આ શાહી લગ્નનું ખાસ આકર્ષણ હતું લગ્નનો મંડપ. જેને ચારધામની થીમ પર બનાવવામાં આવ્યો હતો. જાણે કોઈ ફિલ્મનો સેટ લગાવ્યો હોય તેમ ભવ્યાતિ ભવ્ય મંડપ આ પ્રસંગની શોભા વધારી રહ્યો હતો. આ લગ્નમાં પહોંચીને મહેમાનોને ચાર ધામની યાત્રા કરી હોય તેવી અનુભૂતિ થઇ હતી.

આ ભવ્ય મંડપ ડુમસ રોડ પર તૈયાર કરવામાં આવ્યો હતો. જેમાં ચાર જ્યોતિર્લિંગના આબેહૂબ મંદિર બનાવવામાં આવ્યા હતા. એન્ટ્રીગેટથી પ્રવેશ કરતા જાણે એવું લાગે કે દેવભૂમિમાં પહોંચી ગયા હોઈએ. આ ભવ્ય મંડપમાં મધ્યપ્રદેશ ખાતે આવેલ મહાકાલનું મંદિર, ઉત્તરાખંડમાં આવેલ કેદારનાથ, ગીર સોમનાથ સ્થિત આવેલ સોમનાથનું મંદિર, અને આંધ્રપ્રદેશ ખાતે આવેલ મલ્લિકાર્જુનનું મંદિર બનાવવામાં આવ્યું હતુ.

ફક્ત એટલું જ નહીં શંકરાચાર્યના ચાર મઠ જેમાં બદ્રીનાથ, દ્વારકા, જગન્નાથપુરી, રામેશ્વરમનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. આ આખો સેટ એ રીતે તૈયાર કરવામાં આવ્યો હતો કે જાણે આ લગ્નમાં આવેલ મહેમાનો કોઈ દેવસ્થાન પર દર્શન કરવા માટે આવી પહોંચ્યા હોય તેવી અનુભૂતિ થઇ હતી. આ ઉપરાંત મહેમાનોના બેસવા માટે પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી.

આ લગ્નમાં હાજર રહેલા મેહમાનોનું લિસ્ટ પણ ખુબ જ ખાસ હતું. જેમાં ક્રિકેટ, બૉલીવુડ અને રાજકારણી નેતાઓ તેમજ ધાર્મિક ગુરુઓનો સમાવેશ થાય છે. આ લગ્નમાં ક્રિકેટ જગતના ભગવાન કહેવાતા સચિન તેંડુલકર પોતાની પત્ની અંજલિ સાથે આવી પહોંચ્યા હતા. સુરત એરપોર્ટ પરથી તેમની ઝલક કેમેરામાં કેદ થઇ હતી.

આ સમગ્ર લગ્ન પ્રસંગના ઇવેન્ટ મેન્જમેન્ટનો મુંબઈની એક કંપનીને આપવવામાં આવ્યો હતો અને મેરેજનો જમણવારનો લાખાણી કેટરર્સને આપવામાં આવ્યો હતો. મીડિયા રિપોર્ટ અનુસાર ફૂડ ડિશની અંદાજિત કિંમત 4000 કે 5000 રૂપિયા વ્યક્તિદીઠ હોઈ શકે છે.જેમાં કુલ 800 ફેમિલિને કંકોત્રી આપી આમંત્રિત કરવામાં આવ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

આ ઉપરાંત લગ્નમાં બૉલીવુડ અભિનેત્રી મલાઈકા અરોરા, રવીના ટંડન, દિયા મિર્જા ઉપરાંત બોની કપૂર પણ જોવા મળ્યા હતા. તો બૉલીવુડ અભિનેતા રણવીર સિંહ પણ આ લગ્નમાં મહેમાન બન્યો હતો, રણવીર સિંહે ગુજરાતી ગીતો પર ડાન્સ કરીને મહેફિલમાં જોરદાર રંગ જમાવી દીધો હતો. તેને લગ્નમાં ખુબ જ ડાન્સ કર્યો અને લોકોને પણ ઝુમાવ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

આ લગ્નમાં યોગગુરુ બાબા રામદેવ પણ આવી પહોંચ્યા હતા. આ ઉપરાંત કથાકાર રમેશભાઈ ઓઝા પણ આ લગ્નના મહેમાન બન્યા હતા. તેઓએ લગ્નના બંધનમાં બંધાઈ રહેલા ચિ. મૌસમી અને ચિ. કરણને સુખી દામ્પત્ય જીવન માટેના આશીર્વાદ પણ આપ્યા હતા. આ ઉપરાંત આ લગ્નમાં સમાજના અગ્રણીઓ અને રાજકીય આગેવાનોએ પણ હાજરી આપી હતી.

રાજહંસ ગ્રુપના ચેરમેન જયેશ દેસાઈ અને સચિન તેંડુલકરનું ખાસ કનેક્શન રહ્યું છે. સચિન તેંડુલકરને સુમાકરે જે 360 ફેરારી મેડોન કાર ભેટમાં આપી હતી તે ખરીદવાનું સપનું જયેશભાઇ દેસાઈએ જોયું હતું. આ કારને સચિને જયેશભાઇને જ વેચી હતી અને ત્યારથી બંને ખુબ જ ખાસ મિત્રો પણ બની ગયા હતા. ત્યારે ભત્રીજીના લગ્નમાં સચિનને આમંત્રણ આપતા સચિન પણ પત્ની અંજલિ સાથે આવી પહોંચ્યો હતો.

YC