રસોઈ

શ્રાવણ મહિનામાં ઘરે જ બનાવો રાજગરાના લોટની સ્વાદિષ્ટ ફરાળી સેવ, નોંધી લો સરળ રેસિપી…

શ્રાવણ માસ આવી ગયો છે.અને આપણાં હિન્દુઓમાં આ સૌથી પવિત્ર માસ ગણાય છે. ઘણાંબધાં શિવભક્તો આ મહિનામાં ઉપવાસ કરે છે. તો ચાલો આજે હું તમને જણાંવીશ રાજગરાના લોટની ફરાળી સેવ ની રેસીપી.

Image Source

સામગ્રી:

Image Source
  • રાજગરા નો લોટ- ૨૦૦ ગ્રામ
  • તેલ – તળવા માટે જરુર મુજબ
  • મીઠું (ફરાળી) – સ્વાદાનુસાર
  • લાલ મરચું – સ્વાદાનુસાર

    Image Source

રીત:
સૌ પ્રથમ રાજગરાનો લોટ લ્યો.તેમાં સ્વાદઅનુસાર મીઠું અને લાલ મરચું(પાઉડર)ઉમેરો. (મીઠું અને મરચું વૈકલ્પિક છે. જો તમે ન ખાતા હો તો ઉપવાસમાં મોળી પણ બનાવી શકો.)
તેમાં મોણ નાંખી તેને મીડિયમ રીતે બાંધો. હવે કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો.
તેલ બરોબર ગરમ થઈ જાય એટલે રાજગરાનાં લોટને સેવ બનાવવાનાં સંચામાં ભરો.
ગરમ તેલમાં સેવને પાળો અને લાલ થઈ જાય ત્યાં સુધી તળો. ગેસ મીડીયમ ફ્લેમમાં જ રાખવો, ન તો બહુ વધારે કે ન તો બહુ ધીમો. ત્યારબાદ સેવને બહાર કાઢી ટીશ્યુ પેપર પર મૂકો. તમે તેમાં ઈચ્છા હોય તો શીંગ, દાડમ નાંખી તેનો ચેવડો પણ બનાંવી શકો છો. તો તૈયાર છે,ફરાળી સેવ. તો મિત્રો આજે જ બનાંવો.

લેખક – બંસરી પંડ્યા “અનામિકા”
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks