દિવંગત અભિનેતા રાજેશ ખન્નાએ પોતાની કારકિર્દીમાં એકથી એક શાનદાર ફિલ્મો કરી છે. 29 ડિસેમ્બર-1942 ના રોજ રાજેશજીનો જન્મ અમૃતસરમાં થયો હતો.જન્મદિવસના આ ખાસ અવસર પર આજે અમે તમને રાજેશ ખન્નાના જીવનના અમુક કિસ્સાઓ વિશે જણાવીશું.

આજે રાજેશજી દુનિયામાં નથી પણ તેના દરેક જન્મદિવસને દીકરી ટ્વીન્કલ ખન્ના પોતાના જન્મદિવસ સાથે ઉજવે છે. ટ્વીન્કલ ખન્નાઓ જન્મદિવસ પણ 29-ડીએમ્બરે જ છે માટે ટ્વિંન્કલ આ ખાસ દિવસે પિતાને પણ યાદ કરે છે.

રાજેશ ખન્નાએ અભિનેત્રી ડિમ્પલ કપાડિયા સાથે લગ્ન કર્યા હતા અને બે દીકરીઓ ટ્વીન્કલ અને રિંકી ખન્ના છે. રિંકીએ પણ બોલીવુડની અમુક ફિલ્મોમાં કામ કર્યું હતું પણ તેને કઈ ખાસ નામના મળી ન હતી અને બોલીવુડથી દૂર ચાલી ગઈ.

રાજેશ પોતાની બંને દીકરીઓને ખુબ જ પ્રેમ કરતા હતા પણ ડીમ્પલ સાથેનું તેનું વિવાહિત જીવન કઈ ખાસ રહ્યું ન હતું. બંને લગ્નના 11 વર્ષ પછી એકબીજાથી અલગ રહેવા લાગ્યા હતા. જો કે બંનેના છૂટાછેડા થયા ન હતા.

રાજેશજી 1000 કરોડ સંપત્તિના માલિક હતા અને તેમણે પોતાની વસીયત પહેલાથી જ બનાવી લીધી હતી. કેન્સરની બીમારીથી પીડાઈ રહેલા રાજેશજીને લાગવા લાગ્યું હતું કે તે હવે વધારે દિવસ જીવી શકશે નહીં માટે પોતાની વસિયત બનાવી લીધી.

પોતાની બધી જ સંપત્તિના બે સમાન ભાગ કરીને રાજેશજીએ બંન્ને દીકરીઓના નામે કરી દીધી, સૌથી ખાસ વાત એ પણ હતી કે ડિમ્પલ કપાડિયાને સંપત્તિના નામે કઈ ન મળ્યું. પુરી વસિયતમાં ડિમ્પલનું ક્યાંય નામ પણ ન આવ્યું.

દુનિયાને છોડતા પહેલા રાજેશજી પોતાની વસિયત વાંચવા માગતા હતા અને જમાઈ અક્ષય કુમાર, પત્ની ડિમ્પલ અને અમુક મિત્રોની હાજરીમાં તેને વાંચવામાં આવી હતી. વસિયતના આધારે રાજેશજીએ પોતાની બધી જ મિલ્કત બંન્ને દીકરીઓના નામ કરી ગયા. વસિયતના આધારે તમામ બેન્ક ખાતાને એક્સિસ કરવાનો હક પણ તેમણે પોતાની બંને દીકરીઓને જ આપ્યો હતો. 1000 કરોડની સંપત્તિમાં તેનો આલીશાન બંગલો આશીર્વાદ, બેન્ક ખાતા અને અન્ય ચલ-અચલ સંપત્તિઓ પણ શામિલ હતી.

વસિયત સાઈન કરવાના સમયે રાજેશજી ખુબ જ કમજોર થઇ ગયા હતા અને સાઈન કરતી વખતે તેના હાથ પણ ધ્રુજી રહ્યા હતા. ભવિષ્યમાં વસિયતને લીધે કોઈ વાદ-વિવાદ ન થાય તેના માટે રાજેશજીએ પોતાનો અંગુઠો પણ લગાવ્યો હતો. આ તમામ ગતિવિધિને કેમેરામાં પણ શૂટ કરવામાં આવી હતી. રાજેશજીએ પત્ની ડિમ્પલને તો કઈ જ ન આપ્યું પણ આગળના 10 વર્ષોથી તેની સાથે રિલેશનમાં રહેનારી અનિતા અડવાણીના નામે પણ કઈ જ ન કર્યું. અનિતાએ પણ સંપત્તિમાં ભાગ લેવા માટે કાનુનની મદદ લીધી હતી પણ કઈ જ ના મળ્યું.

ટ્વિંન્કલ અને રિંકી પિતા દ્વારા આપેલા બંગલાને મ્યુઝિયમમાં બદલવા માંગતી હતી પણ પછી પોતાનો નિર્ણય બદલાવીને તેમણે બંગલાને 95 કરોડની કિંમતે વહેંચી નાખ્યો હતો.