ખબર મનોરંજન

સોશિયલ મીડિયામાં મદદ માટે આ અભિનેતાએ કરી હતી અપીલ, એકાઉન્ટમાં 12 લાખ રૂપિયા જોઈને થયો ભાવુક

લોકડાઉનના કારણે ઘણા લોકોની આર્થિક સ્થિતિ ખરાબ થઇ ગઈ છે, લોકોના રોજગાર છીનવાઈ ગયા છે, નોકરીઓ ચાલી ગઈ છે, કામ ના કરવા ઉપર પગાર પણ નથી મળી રહ્યો ત્યારે ઘરની સ્થિતિ સૌ કફોળી બની છે. માત્ર સામાન્ય માણસોની જ નહિ પરંતુ બોલીવુડના અને ટીવી જગતમાં કામ કરતા ઘણા લોકોની આવી જ હાલત છે.

Image Source

આવી જ હાલત ઘણી ફિલ્મો અને ટીવી શોમાં કામ કરી ચૂકેલા અભિનેતા રાજેશ કરીરની પણ હાલત પણ આ લોકડાઉનના કારણે સાવ ખરાબ થઇ ગઈ હતી. તેમેં સોશિયલ મીડિયા ઉપર ભાવુક સંદેશ સાથે પોતાની બેંક ખાતાની માહિતી આપી અને લોકો પાસે મદદ માટે અપીલ કરી હતી.

Image Source

તેમના આ વિડીયો બાદ હજારો લોકો તેમની મદદ માટે આગળ આવ્યા. લોકો એ 10 હજારથી લઈને 25 હજાર સુધીની મદદ રાજેશના એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરીને કરી. અને ત્યારબાદ અત્યારે તેમના એકાઉન્ટમાં 12 લાખ રૂપિયાથી પણ વધારેની રકમ જમા થઇ ગઈ છે.

Image Source

રાજેશ ત્રણ મહિનાથી લોકડાઉનના કારણે કામથી વંચિત છે ત્યારે તેની આર્થિક હાલત ખરાબ થતા જ તેને એક વિડીયો ત્રણ દિવસ પહેલા જ સોશિયલ મીડિયામાં શેર કરી અને મદદ માંગી હતી, પરંતુ હવે તેમને એક બીજો વડીયો પોસ્ટ કરી અને હવે મદદ ના કરવા વિષે પણ જણાવ્યું છે.

રાજેશ બીજા વીડિયોમાં કહી રહ્યો છે કે હવે મારા એકાઉન્ટમાં પૈસા ના નાખશો, મને જરૂરિયાત કરતા પણ વધારે પૈસા મળી ગયા છે. પરંતુ તેમને લોકો દ્વારા મદદ મળવાનું કામ હજુ ચાલુ જ છે.

રાજેશ દ્વારા એક વિડીયો પોસ્ટ કરી તેમાં લખવામાં આવ્યું હતું કે: “મિત્રો ફક્ત એટલું કહેવા માંગુ છું હું તમને બધાને કે હું કોઈપણ કિંમતે જિંદગીથી હારવા નથી માંગતો, બસ આ એક છેલ્લો ઉપાય બચ્યો છે મારી પાસે, જી બધાને હાથ જોડીને આભાર જી. તમે બધા જ સમજદાર છો. કેટલીક મુશ્કેલીઓથી બચવા માટે હું મારી બેંક ડિટેઇલ ડીલીટ કરી રહ્યો છું. કારણ કે તમારા બધાના આશીર્વાદથી મારો પ્રોબલમ સોલ થઇ ગયો છે. આભાર જી!!”

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.