પ્રેગ્નેટ પત્ની સાથે થઇ બહેસ તો ડરાવવા માટે આ એક્ટરે કર્યુ આત્મહત્યાનું નાટક પણ….આગળ ન બનવાનું બની ગયું, ફિલ્મ ઇન્ડસ્ટ્રી ધ્રુજી ગઈ છે

Kannada actor Sampath J Ram : કન્નડ ઇન્ડસ્ટ્રીના ટીવી અભિનેતા સંપત જે રામનું (Sampath J Ram) 22 એપ્રિલે નિધન થઇ ગયુ હતુ. રીપોર્ટ્સ અનુસાર, 35 વર્ષિય સંપત્ત જે રામે આત્મહત્યા કરી લીધી હતી. તેમણે નેલમંગલા સ્થિત પોતાના ઘરે આત્મહત્યા કરી હતી. અભિનેતાના નિધન બાદથી ઇન્ડસ્ટ્રીમાં શોકની લહેર છે. કહેવામાં આવી રહ્યું છે કે અભિનેતા છેલ્લા કેટલાક સમયથી તણાવમાં હતો.

હવે અભિનેતાના મિત્રએ ખુલાસો કર્યો છે કે સંપતે આત્મહત્યા નથી કરી પરંતુ તે પ્રેંક કરી રહ્યો હતો અને એ પ્રેંક હકિકત બની ગયો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર સંપતને ઘણા સમયથી કામ નહોતું મળતું, જેના કારણે તે પરેશાન ચાલી રહ્યો હતો અને તે તણાવનો શિકાર બનવા લાગ્યો હતો. જેના કારણે તેણે આપઘાતનું પગલું ભર્યું હતું. જો કે આ મામલે અભિનેતાના પરિવાર કે મિત્રો તરફથી હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નહોતી.

પણ હવે અભિનેતાના એક મિત્રએ ખુલાસો કર્યો છે કે તેણે આત્મહત્યા નહોતી કરી, પણ પ્રેંક કરતા કરતા તે હકિકત બની ગઇ. સંપત જે રામના નજીકના મિત્ર અને કો-સ્ટાર રાજેશ ધ્રુવે તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તેણે જણાવ્યું છે કે સંપત તેની પત્ની સાથે હતો અને બંને વચ્ચે થોડી બહેસ થઇ હતી. તે બાદ તેણે તેની પત્નીને ડરાવવા માટે આત્મહત્યાનું નાટક કર્યુ, પણ કમનસીબે આ દરમિયાન તેણે પોતાનો જીવ ગુમાવી દીધો. આ ઘટનાને કારણે તેની પાંચ મહિનાની પ્રેગ્નેટ પત્નીની હાલત ખરાબ છે.

જણાવી દઈએ કે અભિનેતાના મોતથી તેનો મિત્ર રાજેશ ખૂબ જ ખરાબ રીતે ભાંગી પડ્યો છે. તેણે સંપતના મોત સમયે પણ એક ખૂબ જ ભાવુક પોસ્ટ શેર કરી હતી અને કહ્યું હતું કે ‘તમારાથી અલગ થવું એ સહન કરવાની અમારી તાકાત નથી’. હજુ કેટલી ફિલ્મો બનવાની બાકી છે ? કેટલી લડાઈઓ લડવાની બાકી છે ? તમારા સપના સાકાર થવામાં હજુ સમય છે. તમને મોટા મંચ પર જોવાના બાકી છે. કૃપા કરીને પાછા આવો. તમને જણાવી દઈએ કે સંપત જે રામના અંતિમ સંસ્કાર તેમના વતન એનઆર પુરામાં કરવામાં આવ્યા છે.બેંગ્લોર પોલીસ આ કેસમાં તપાસ કરી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Rajesh Dhruva (@onlyrajeshdhruva)

Shah Jina