ઈંડા અને નોનવેજની લારીઓને લઈને ભુપેન્દ્ર પટેલની સરકારના મંત્રીનું આવ્યું મોટું નિવેદન, જાણો શું કહ્યું ?

ઈંડા નોન-વેજ પ્રેમીઓ જલ્દી વાંચો…ગુજરાતના દિગ્ગજ મંત્રીએ નોનવેજ-ઈંડાની લારીઓ વિશે આપ્યું મોટુ નિવેદન

રાજકોટ અને વડોદરા શહેરમાં જાહેર રસ્તાઓ ઉપર ઉભી રહેતી ઈંડા અને નોનવેજની લારીઓ બંધ કરાવવા માટેના હુકમો મળી ગયા છે. રાજકોટમાંથી રસ્તા ઉપર ઈંડા અને નોનવેજની લારીઓને દૂર પણ કરવામાં આવી છે ત્યારે મીડિયામાં આ મુદ્દો પણ ખુબ જ ચર્ચામાં છે ત્યારે આ બધા વચ્ચે ભુપેન્દ્ર પટેલની સરકારના મંત્રીનું એક મોટું નિવેદન પણ સામે આવ્યું છે.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની સરકારના મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ આ મામલે મોટુ નિવેદન આપ્યું છે. તેમને કચ્છમાં યોજાયેલા એક કાર્યક્રમ દરમિયાન વડોદરા અને રાજકોટમાં જાહેરમાં ઈંડા અને નોનવેજની લારીઓને જાહેરમાં વેચાણ નહિ કરવા માટે મ્યુનિસિપાલિટીના પગલાંની પ્રસંશા કરી હતી અને એના માટે સખત પગલાની હિમાયત પણ કરી હતી.

આ ઉપરાંત આજે વડોદરામાં એક કાર્યક્રમ દરમિયાન પણ તેમણે કહ્યું કે, “ફૂટપાથ પર ધંધો કરવાનો કોઈને પણ અધિકાર નથી. રોડ પર લારીનું દબાણએ લેન્ડ ગ્રેબિંગ સમાન છે. નોનવેજ અને વેજ તમામ લારીઓના દબાણ હટાવવા જ જોઈએ. નોનવેજ અને વેજની લારીના ધુમાડાથી લોકોને નુકસાન થાય છે. તેને હટાવવી જ જોઈએ.”

ઉલ્લખનીય છે કે રાજકોટ શહેરમાં જાહેર રસ્તા ઉપર નોનવેજ અને ઈંડાની લારીઓ હટાવવાના આદેશ બાદ વડોદરા પાલિકા દ્વારા પણ આ નિર્ણય કરવામાં આવ્યો હતો, પરંતુ વડોદરાના સ્ટેન્ડિંગ ચેરમેન દ્વારા એક જ દિવસમાં યુટર્ન મારી હવે નોનવેજ ઢાંકીને રસ્તા પર વેચી શકાશે તેવો નિર્ણય કર્યો છે. જયારે મહેસુલ મંત્રી દ્વારા રસ્તા પર ઉભી રહેતી લારીઓ લેન્ડ ગ્રેબિંગ જણાવવામાં આવ્યું છે.

Niraj Patel