ખબર મનોરંજન

કોમેડિયન રાજીવ નિગમના દીકરાનું નિધન, જન્મદિવસ પર દીકરાએ આ ફાની દુનિયાને કીધું અલવિદા

લોકપ્રિય હાસ્ય કલાકાર રાજીવન નિગમ તેની કોમિક ટાઈમિંગથી દર્શકોને હસાવે છે. પરંતુ રાજીવ નિગમ પર હાલમાં જ દુઃખનો પહાડ તૂટી પડયો છે. રાજીવ નિગમના બર્થડેના દિવસે જ દીકરા દેવરાજને ગુમાવી દીધો છે. આ વાતની જાણકારી ખુદ કોમેડિયનએ આપી હતી. ગઈ કાલે જ રાજીવનો જન્મદિવસ હતો. દીકરાએ કેક કાપતા પહેલા જ આ દુનિયાને અલવિદા કહી દીધું હતું. રાજીવના દીકરાએ લોખંડવાલા અંધેરી વેસ્ટ મુંબઈ સ્થિત તેના ઘરમાં અંતિમ શ્વાસ લીધો હતો.

Image source

દીકરાના અચાનક મોતથી પરિવારજનો પર દુઃખનો ડુંગર તૂટી પડ્યો છે. ‘હર શાખ પૈ ઉલ્લુ બૈઠા હૈ’ ના એક્ટર રાજીવ નિગમે આ દુઃખ ભરી ખબર શેર કરવા માટે સોશિયલ મીડિયાનો સહારો લીધો હતો. રાજીવ દીકરા સાથે એક તસ્વીર શેર કરીને આ અંગેની જાણકારી આપી હતી.

Image source

રાજીવ નિગમે લખ્યું હતું કે, આ શું સરપ્રાઈઝ ગિફ્ટ છે.. મારો દીકરો દેવરાજ મને છોડીને ચાલ્યો ગયો. કેક કાપ્યા વગર… આવી ગીફ્ટ કોઈ આપે… રાજીવની આ પોસ્ટથી તેના ફેન્સ અને પરિચિતોમાં દુઃખની લાગણી જોવા મળી હતી.

What a surprise birthday gift… mera beta devraj aaj mujhe chod ke chala gaya.. bina birthday cake kaate… pagle aisa gift koi deta hai….

Posted by Rajeev Nigam on Sunday, November 8, 2020

રાજીવ નિગમે મે 2018માં તેના ચાહકોને પોસ્ટ દ્વારા માહિતગાર કર્યા હતા કે પુત્રને વેન્ટિલેટર પર મૂકવામાં આવ્યો છે. તે સમયે તેણે તેમના પુત્રની તબિયતની સ્થિતિ વિશે વધુ જણાવ્યુ ન હતું. મળતી માહિતી મુજબ લગભગ 2 વર્ષ પહેલા રાજીવના પુત્ર દેવરાજની તબિયત લથડી હતી જ્યારે તે રમત રમીને ઘરે પરત આવ્યો હતો. તેમના પુત્ર કોમામાં ગયા પછી રાજીવની જિંદગી એકદમ બદલાઈ ગઈ. તે સમયે ‘હર શાખ પૈ ઉલ્લુ બૈઠા હૈ’ નું શૂટિંગ મુશ્કેલથી પૂરું કર્યું હતું. આ બાદ તેને સફળ કરિયરને પાછળ રાખીને પરિવાર પર ધ્યાન આપવાનો ફેંસલો કર્યો હતો.

Image source

દીકરાની દેખભાળ કરવા માટે રાજીવ નિગમ તેના હોમટાઉન આવ્યો હતો. થોડા સમય પહેલા રાજી ના પિતાનું ઓગસ્ટ 2020માં કાનપુરમાં અવસાન થયું હતું.