ન્યુલી મેરિડ કપલ ચારુ આસોપા અને રાજીવ સેન હાલમાં જ મીની હનીમૂન મનાવીને પાછા ફર્યા છે.હનિમૂનથી પાછા ફર્યા બાદ ચારુ અનવે રાજીવે તેના સોશિયલ મીડિયામાં બન્નેનાં સગાઈના ફોટો શેર કર્યા છે.
લગભગ એક મહિના પહેલા સુષ્મિતા સેને ખુશખબરી આપતા જણાવ્યું હતું કે, જલ્દી જ તેના ઘરમાં શરણાઈ ગુંજી ઉઠશે. જે બાદ 7 જૂનના સુષ્મિતા સેના ભાઈ રાજીવ સેને ટીવી એક્ટર્સ ચારુ આસોપા સાથે કોર્ટ મેરેજ કરી લીધા હતા. ગત જાન્યુઆરીએ બન્નેએ રિલેશનને લઈને ખુલાસો કર્યો હતો.
View this post on Instagram
No caption needed ❤️🥰👰 Thank you amol for capturing these beautiful moments. @amolkamatphotography
કોર્ટ મેરેજ બાદ રાજીવ સેન અને ચારુ આસોપાએ 16 જૂને પારંપરિક રીત-રિવાજો સાથે ગોવામાં સાત ફેરા ફરીલીધાહતા. ત્યારે લગ્નના ઘણા ફોટો સામે આવ્યા છે. જેમાં તેના પરિવારજનો દેખાઈ રહ્યા છે.
ફોટોમાં સુષ્મિતા સેન પીળા ડ્રેસમાં જોવા મળે છે.ત્યારે તેનો બોયફ્રેન્ડ રોહમન શેલે પણ મેચિંગ કુર્તો જ પહેર્યો હતો. ફોટોમાં રાજીવ અને ચારુ પાછળ સુસ્મિતા સૅનનના મત પિતા પણ જોઈ શકાય છે.
લગ્નની બધી વિધિઓ પ્રાઇવેટ રાખવામાં આવી હતી. જેમાં નિકટના પરિવારજનો અને દોસ્તોજ સામેલ હતા. થોડા દિવસ પહેલા લગ્નનના ફોટો અને વિડીયો વાયરલ થયા હતા.
લગ્ન રાજસ્થાની અને બંગાળી રીતરિવાજથી થયા હતા. ગોવામાં 3 દિવસ ચાલનારા આ કાર્યક્રમમાં ગ્રેન્ડ સેરેમની, હલ્દી, મહેંદી, અને સંગીતનો કાર્યક્મ રાખવામાં આવ્યો હતો.જયારે સગાઈ ખ્રિસ્તી રિવાજ મુજબ કરવામાં આવી હતી.
View this post on Instagram
ચારુ અને રાજીવના સગાઈની થીમ સફેદ રાખવામાં આવી હતી. કપલે પણ સગાઈમાં સફેદ આઉટફિટ પહેર્યો હતા. ચારુ અને રાજીવની સગાઈના ફોટોએ સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી છે.
લગ્નના દિવસે ચારુએ લાલ કલરનો લહેંગો પહેર્યો હતો. ફોટોના ચારુ ગ્લેમરસ અંદાજમાં જોવા મળી હતી.જયારે રાજીવ વ્હાઇટ શેરવાનીમાં હેન્ડસમ લાગી રહ્યો હતો.
28 વર્ષીય ચારુ એક ટીવી એક્ટ્રેસ છે. ચારુ મેરે અંગને મેં’, ‘એ રિશ્તા ક્યાં કહેલાતા હૈ’અને ‘સંગીની’માં જોવા મળી હતી. રાજીવ અને ચારુએ ફક્ત 6 મહિના જ ડેટ કર્યું હતું. આ જાણકારી ચારુએ એક ઇન્ટરવ્યૂમાં આપી હતી.
View this post on Instagram
લાઈમલાઈટથી દૂર રહેવાવાળો 36 વર્ષીય રાજીવ જવેલરી બિઝનેશ મેન છે.રાજીવનો દુબઇ સહીત ઘણા દેશોમાં કરોડોનો વેપાર છે. રાજીવ દુબઈમાં જ રહે છે. મુંબઈ આવતો જતો રહે છે.
થોડા સમય પહેલા રાજીવએ દિલ્લીમાં રેનેના નામથી જવેલરીનો શો રૂમ ખોલ્યો હતો. જણાવી દઈએ કે રેને સુષ્મિતાએ દતક લીધેલી મોટી દીકરી છે.
View this post on Instagram
‘A glistening sunset’ #somethingaboutit ❤️💋😍 #togetherness #goa 💃🏻 I love you guys!!!
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks