ભૂતપૂર્વ વિશ્વ્ સુંદરી અને બૉલીવુડ એક્ટ્રેસ સુષ્મિતા સેનના બાઈ રાજીવ સેન અને તેની પત્ની ચારુ અસોપા સાથે સ્વિઝર્લેન્ડમાં હનીમૂન માણી રહ્યા છે.
હનીમૂનની તસ્વીરો સોશિયલ મીડિયામાં શેર કરી છે. આ તસ્વીરોમાં ચારુ અને રાજીવ રોમેન્ટિક અંદાજમાં જોવા મળી રહ્યા છે. બન્ને સ્વિઝર્લેન્ડમાં એક બીજામાં ખોવાઈ ગયા છે.
બન્ને એકદમ રોમેન્ટિક અંદાજમાં પોઝ દેતા જોવા મળી રહ્યા છે. ચારુ તેના પતિની બાહોમાં ખોવાયો ગઈ છે.આ તસ્વીર સ્વિઝર્લેન્ડની ખુબસુરત જગ્યાઓ પરથી કેદ કરવામાં આવી છે. રાજીવે એંક તસ્વીર શેર કરતા કેપશનમાં લખ્યું હતું કે, In love with Switzerland.
View this post on Instagram
રાજીવ અને ચારુ બન્નેએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી હનીમૂનની તસ્વીર શેર કરી છે. તો એક તસ્વીરમાં રાજીવ તેની પત્ની ચારુને ડાયમંડ દેખાડી રહ્યો છે. તો કોઈ તસ્વીરમાં તે સ્પીડબોટનો આનંદ માની રહ્યો છે. તો કોઈ તસ્વીરમાં એકબીજાને ગળે લગાવી રહ્યા છે. બન્નેની જોડી એકદમ સુંદર લાગી રહી છે.
જણાવી દઈએ કે, રાજીવ અને ચારુ જૂનમાં લગ્નગ્રંથીથી જોડાયા હતા. સુષ્મિતા સેને તેના ભાઈ અને ભાભીના લગ્નમાં દીકરીઓ અને બોય ફ્રેન્ડ સાથે શામેલ થઇ હતી.
View this post on Instagram
In love with Switzerland 🇨🇭❤️ #honeymoon #romanticweather #coupleinparadise 🧿
28 વર્ષીય ચારુ એક ટીવી એક્ટ્રેસ છે. ચારુ મેરે અંગને મેં’, ‘એ રિશ્તા ક્યાં કહેલાતા હૈ’અને ‘સંગીની’માં જોવા મળી હતી. રાજીવ અને ચારુએ ફક્ત 6 મહિના જ ડેટ કર્યું હતું. આ જાણકારી ચારુએ એક ઇન્ટરવ્યૂમાં આપી હતી.
લાઈમલાઈટથી દૂર રહેવાવાળો 36 વર્ષીય રાજીવ જવેલરી બિઝનેશ મેન છે.રાજીવનો દુબઇ સહીત ઘણા દેશોમાં કરોડોનો વેપાર છે. રાજીવ દુબઈમાં જ રહે છે. મુંબઈ આવતો જતો રહે છે.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks