બોલિવુડનો સૌથી જાણિતો પરિવાર જેમણે ફિલ્મ જગતમાં ઘણું યોગદાન આપ્યું છે. આ પરિવારે ઘણા દાયકાઓ સુધી ફિલ્મો દ્વારા ઇન્ડસ્ટ્રીને મજબૂત બનાવી. ગઇકાલે 9 ફેબ્રુઆરીએ કપૂર પરિવારે તેમના એક સભ્યને ખોઇ દીધા. રાજ કપૂરના સૌથી નાના દીકરા રાજીવ કપૂરનું ગઇકાલના રોજ નિધન થયું હતું.
રાજીવ કપૂરના લગ્ન વર્ષ 2001માં આર્કિટેક આરતી સભરવાલ સાથે થયા હતા. પરંતુ લગ્નના બે વર્ષ બાદ તેમના છૂટાછેડા થઇ ગયા. રાજીવ કપૂર રણધીર કપૂર, ઋષિ કપૂર અને ઋતુ નંદા તેમજ રીમા જૈનમાં સૌથી નાના હતા. રાજીવ કપૂરનું નિધન હાર્ટ અટેકને કારણે થયું હતું. તેમના અંતિમ સમયમાં તેમના મોટા ભાઇ અને બોલિવુડના દિગ્ગજ નેતા રણધીર કપૂર તેમની સાથે હતા.
તેમના નિધનથી રણધીર કપૂર ખૂબ તૂટી ગયા છે. તેમણે ગયા વર્ષે જ તેમનો એક ભાઇ ગુમાવ્યો હતો અને ફરીથી તેમના બીજા ભાઇના નિધનથી તેઓ તૂટી ગયા છે.નાના ભાઇ રાજીવ કપૂરના મોતથી તેમની મોટી બહેન રીમા જૈનને ખૂબ જ દુ:ખ પહોંચ્યુ છે. તેઓના રડી રડીને હાલ ખરાબ થઇ ગયા છે.
તેમની હાલત એટલી ખરાબ થઇ ગઇ હતી કે, તેમના બંને દીકરા અને વહુઓએ તેમને સંભાળ્યા હતા.રાજીવ કપૂર કપૂર પરિવારનો અટૂટ હિસ્સો રહ્યા છે. તેઓ હંમેશા બધા જ પારિવારીક ફંકશનમાં જોવા મળતા હતા. થોડા દિવસો પહેલા જ બધાએ મળીને પાર્ટી કરી હતી.
રાજીવ કપૂરનું નિધન કપૂર પરિવાર માટે એટલા માટે પણ દુખદાયક છે કારણ કે તેમણે થોડા મહિના પહેલા જ એક સભ્ય ઋષિ કપૂરને ગુમાવ્યા છે.પૂર્વ મુંબઇના ઉપનગર ચેમ્બુરમાં લગભગ 7 વાગ્યા આસપાસ તેમનો અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો હતો.
રાજીવ કપૂરને બધાએ શ્રદ્ધાંજલિ આપી હતી.અભિનેત્રી નીતૂ કપૂર દીકરા રણબીર સાથે, આલિયા ભટ્ટ, રીમા જૈન તેમના દીકરા આધાર જૈન તેમજ તારા સુતારિયા પણ રાજીવ કપૂરને શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા.
બોલિવુડના કિંગ ખાન શાહરૂખ ખાન, સંજય કપૂર, ચંકી પાંડે, સોનાલી બેંદ્રે, નીલ નિતીન મુકેશ અનેક સ્ટાર્સ રાજીવ કપૂરને શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા.
રાજીવ કપૂરના લગ્ન વર્ષ 2001માં આર્કિટેક આરતી સભરવાલ સાથે થયા હતા. પરંતુ લગ્નના બે વર્ષ બાદ તેમના છૂટાછેડા થઇ ગયા. રાજીવ કપૂર રણધીર કપૂર, ઋષિ કપૂર અને ઋતુ નંદા તેમજ રીમા જૈનમાં સૌથી નાના હતા.