ફિલ્મી દુનિયા

લોકડાઉન વચ્ચે ખુલ્લેઆમ રોમેન્ટિક થયા સુષ્મિતા સેનના ભાઈ-ભાભી, એવી એવી તસ્વીરો મૂકી કે…

કોરોનાના વાયરસના સંક્રમણને રોકવા માટે મોદી સરકાર દ્વારા દેશભરમાં 21 દિવસનું લોકડાઉન જાહેર કરેલ છે. લોકડાઉન થતા જ બધા સ્ટાર્સ અને સામાન્ય નાગરિક પરિવાર સાથે સમય પસાર કરી રહ્યા છે. ત્યારે સુષ્મિતા સેનના ભાઈ અને રાજીવ સેનની પત્ની ચારુ આસોપા સાથે ઘણી તસ્વીર ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે.

Image source

સુષ્મિતા સેનના ભાઈ રાજીવ સેન અને આસોપાએ ફરી એક વાર ચર્ચામાં આવ્યા છે. આ વખતે બંનેના લાઈમલાઈટમાં આવવાનું કારણ બંનેની તસ્વીર છે. આ ઇન્ટિમેટ તસ્વીરના કારણે બંને ટ્રોલર્સના નિશાના પર આવી ગયા છે. ખાસ વાત એ છે કે, રાજીવ અને ચારુએ ખુદે આ તસ્વીર સોશિયલ મીડિયામાં શેર કરી છે.

Image source

આ તસ્વીરમાં ટીવી એક્ટ્રેસ અને રાજીવ સેનની પત્ની ચારુએ રીંગણી કલરનો નાઈટશૂટ પહેર્યો છે. તો રાજીવ શર્ટલેસ જોવા મળી રહ્યો છે. આ તસ્વીરમાં બંને પતિપત્ની એકબીજાને કિસ કરતા જોવા મળે છે. બંનેની આ પ્રાઇવેટ તસ્વીર ટ્રોલર્સને પસંદ નથી આવી અને ટ્રોલ કરવા લાગ્યા છે.

Image source

રાજીવ સેને આ તસવીરો શેર કરતાં લખ્યું હતું કે- ‘આ દિવસોમાં હું પ્રેમમાં ક્વોરેન્ટાઇન છું અને તમે?’ આ બંનેની તસવીર પર કોમેન્ટ કરતા એક યુઝર્સે લખ્યું કે,’આ બહુ જ અંગત તસવીરો છે જે ઇન્સ્ટા પર પોસ્ટ કરવા માટે. તમે લોકો શું બતાવવાનો પ્રયાસ કરી રહ્યા છો? જો તમારા સસરા જોશે તો લાગશે ?

Image source

ચારુ અને રાજીવની આ પહેલી તસવીરો નથી જેના કારણે તે ટ્રોલ થયા હોય. આ અગાઉ પણ તેણે કેટલીક આવી જ તસવીરો પોસ્ટ કરી હતી જેના કારણે ટ્રોલ થઈ હતી.

Image source

ગયા મહિને બંનેએ તેમની કારમાં રોમાંસ કરતી તસવીરો પોસ્ટ કરી હતી. જણાવી દઈએ કે, રાજીવ અને ચારુએ ગયા વર્ષે 7 જૂને ગોવામાં લગ્ન કર્યા હતા. બંને લગ્ન પછીથી હનીમૂન પર ગયા હતા. લગ્ન બંગાળી અને રાજસ્થાની રિવાજોથી થયાં.

Image source

અગાઉ બંનેએ કોર્ટ મેરેજ કર્યા હતા. ચારુ અને રાજીવના લગ્નમાં નજીકના સંબંધીઓ ઉપરાંત થોડા મિત્રો હાજર રહ્યા હતા.3 દિવસ સુધી ચાલેલા આ કાર્યક્રમમાં સગાઈ, હળદર, મહેંદી અને સંગીત શામેલ હતું.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.