લોકસાહિત્યકાર અને ડાયરા કલાકાર રાજભા ગઢવી પણ હવે આવી ચઢ્યા પ્રમુખ નગરની મુલાકાત લેવા માટે.. શતાબ્દી મહોત્સવમાં આવીને માથું ટેકવ્યું… જુઓ વીડિયો

રાજભા ગઢવી પણ આવ્યા પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની મુલાકાતે, ડાયરામાં ગાયા પ્રમુખસ્વામીના ગુણગાન, જુઓ વીડિયો

પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ અમદાવાદના ઓગણજ ખાતે ભવ્ય રીતે ઉજવાઈ રહ્યો છે. આ મહોત્સવનું આયોજન કરવા માટે 600 એકર જમીનની અંદર વિશાળ પ્રમુખ નગર ઉભું કરવામાં આવ્યું છે. જેમાં રોજના લાખો શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે અને માથું ટેકવી રહ્યા છે. સાથે જ આ મહાનગરના ગુણગાન ગાતા થાકતા નથી.

આ મહોત્સવની મુલાકાત લેવા માટે મોટા મોટા સેલેબ્સ અને રાજકીય નેતાઓ અને ઉદ્યોગપતિઓ પણ આવી ચુક્યા છે. ત્યારે હાલમાં જ ગુજરાતમાં ડાયરાઓ દ્વારા લોકપ્રિય બનનાર એવા લોકસાહિત્યકાર રાજભા ગઢવી પણ આ નગરની મુલાકાતે આવ્યા હતા. જેનો એક વીડિયો રાજભા ગઢવીએ તેમના સોશિયલ મીડિયામાં શેર કર્યો છે.

વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે રાજભા ગઢવીનું પ્રમુખ નગરમાં ભવ્ય સ્વાગત કરવામાં આવે છે. જેના બાદ તે ચરણની પ્રતિમા પર પુષ્પ અર્પણ કરીને પ્રમુખસ્વામી મહારાજની વિશાળ પ્રતિમાને બે હાથ જોડીને નમન કરી રહ્યા છે. આ દરમિયાન લોકો પણ રાજભા ગઢવીને એક ઝલક જોવા માટે આતુર થતા જોવા મળી રહ્યા છે.

જેના બાદ રાજભા ગઢવીએ પ્રમુખનગરમાં બનાવવામાં આવેલા અક્ષરધામની પણ મુલાકાત લીધી હતી અને શ્રીજી ચરણોમાં માથું પણ ટેકવ્યું હતું. આ ઉપરાંત રાજભા ગઢવીએ ત્યાં સ્થાપીત બાળ નગરીની પણ મુલાકાત લીધી હતી. જ્યાં બાળ નગરીની બહાર એક નાનો બાળક રાજભા ગઢવીને માહિતગાર કરી રહ્યો છે અને રાજભા પણ તેની વાત શાંતિથી સાંભળી રહ્યા છે.

આ ઉપરાંત રાજભા ગઢવીનું સ્વામીએ સ્ટેજ પરથી સાલ ઓઢાડીને સન્માન પણ કર્યું હતું. રાજભા ગઢવીએ આ વીડિયોને શેર કરવાની સાથે કેપ્શનમાં “પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવ” લખ્યું છે. તેમના આ વીડિયો પર હવે તેમના ચાહકોની પણ પ્રતિક્રિયાઓ આવી રહી છે અને લોકો જય સ્વામિનાયણ લખી રહ્યા છે.

આ ઉપરાંત રાજભા ગઢવીએ પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં ડાયરાની રમઝટ બોલાવી હતી. જેમાં તેમને પ્રમુખસ્વામી મહારાજના ગુણગાન પણ વર્ણવ્યા હતા. હજારોની જન મેદની વચ્ચે રાજભાએ દુહા અને છંદ દ્વારા પ્રમુખસ્વામીનો મહિમા વર્ણવ્યો હતો જે સાંભળીને શ્રોતાજનો પણ રાજીના રેડ બની ગયા હતા.

Niraj Patel