“પઠાણ” ફિલ્મમાં દીપિકાના ભગવા બોલ્ડ કપડાં જોઈને રાજભા ગઢવી બોલ્યા, “એ શાહરૂખીયા અને દીપુડીની ફિલ્મ રિલીઝ થવા દેવી ના જોઈએ.”

ફિલ્મ “પઠાણ”ના એક ગીતના સીનમાં ભગવા કપડાં પહેરીને બોલ્ડ સીન આપતા દૃશ્યને જોઈને રાજભા ગઢવીએ કહ્યું, “એ શાહરૂખીયા અને દીપુડીની ફિલ્મ રિલીઝ થવા દેવી ના જોઈએ.” જુઓ આખો વીડિયો

બોલીવુડની ફિલ્મોનો બાયકોટ સતત થતો રહે છે. છેલ્લા થોડા સમયમાં જ મોટા મોટા સ્ટાર્સની ફિલ્મો પણ સુપર ફ્લોપ સાબિત થઇ છે, ત્યારે હવે ટૂંક સમયમાં બોલીવુડના કિંગ ખાન એવા શાહરુખ ખાનની ફિલ્મ “પઠાણ” આવી રહી છે, આ ફિલ્મને લઈને પણ સોશિયલ મીડિયામાં વિવાદ છેડાયો છે અને ઘણા લોકો આ ફિલ્મ આવતા પહેલા જ બોયકોટ કરવાની માંગ કરી રહ્યા છે.

ત્યારે હવે આ મામલે ગુજરાતના સુપ્રસિદ્ધ ડાયરા કલાકાર અને લોકસાહિત્યકાર એવા રાજભા ગઢવી પણ સામે આવ્યા છે. તેમને પણ એક વીડિયો શેર કર્યો છે. રાજભા ગઢવી કહી રહ્યા છે કે, “છેલ્લા ઘણા વર્ષોથી આપણા સનાતન ધર્મને ખરાબ કરવાના જે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, તો હમણાં જે પઠાણ ફિલ્મ આવે છે, શાહરુખનું, જેનું એક ગીત રિલીઝ થયું છે તેમાં દીપિકાએ કંઈક ભગવું પહેર્યું છે.”

રાજભા આગળ કહે છે કે, “તો મારે કહેવું એટલું છે કે પેલું કહેવાય છે કેને પહેલા આપણા ભાણામાંથી માખીઓ ઉડાવાય, એટલે ગુજરાતમાં એ ફિલ્મ રિલીઝ ના થવા દેવું જોઈએ આપણે. કારણે કે એમને કોઈ બીજો કામધંધો જ નથી અને ક્યાંકને ક્યાંક આપણી ભાવના સાથે, આપણી પરંપરા સાથે, આપણા સનાતન ધર્મ સાથે, હિન્દુત્વ સાથે કંઈકને કંઈક ખરાબ કરવું એવું એમને નક્કી કરી લીધું બૉલીવુડ વાળાએ.”

તે વીડિયોમાં આગળ કહે છે કે, “75 વર્ષ સુધી તેમને આ કર્યું છે અને હજુ ચાલુ રાખે છે, તો ગુજરાતીઓ બધા જ તૈયાર થઇ જજો, જેમાં મારા કરણી સેનાના ભાઈઓ, મહાકાલ સેનાએ હોય, શિવસેના હોય, બજરંગ દળ હોય એટલે જેટલા આપણા બીજા બધા જ સંગઠનો હોય આધ્યાત્મિકતા સાથે જોડાયેલા હોય, મિત્રો સાધુ સંતો એ બધા જ જોડાઈ જતો.”

રાજભાએ એમ પણ કહ્યું કે, “ભગવા પહેરાવી અને અશ્લીલ ડાન્સ કરીને આપણી પરંપરા ઉપર જે આવું કરતા આવે છે તો હવે આપણે આ બિલકુલ સહન કરવાનું નથી. 75 વર્ષ સુધી તેમને આ કર્યું છે તો આ ફિલ્મ બિલકુલ રિલીઝ નહીં થાય, નહિ થાય અને નહિ થાય, સેન્સર બોર્ડ વાળાને પણ આપણે કહીએ કે, તમે બધું જોઈ અને પછી તેના પર સાઈન કરો તો વધારે સારું. હાથે કરી અને શાંતિ ડહોળવાના ધંધા ના કરો.”

 

View this post on Instagram

 

A post shared by Shah Rukh Khan (@iam___srk___king)

ફિલ્મનો વિરોધ કરતા રાજભા ગઢવી વીડિયોમાં બોલે છે કે, “આ ફિલ્મ ક્યાંય રિલીઝ ના થવું જોઈએ, ભારતમાં પણ નહિ પરંતુ આપણે તેની શરૂઆત આપણા ઘરેથી કરવી જોઈએ અને દરેક ગુજરાતીઓ તૈયાર જ રહેજો, એ લોકોને ભાગવા જ હાથમાં આવે છે સીધે સીધા, એ લોકોની બધું ખાઈ ખાઈને માનસિકતા ખરાબ થઇ ગઈ છે.”

વીડિયોના અંતમાં રાજભા કહે છે કે, “આ શાહરુખ ખાન અને દીપુડીની ફિલ્મ આપણે રિલીઝ થવા દઈશું નહિ, શું કામ તે વારે વારે આવું કરે છે ? એનો જવાબ પણ આપણે લેવો જરૂરી છે. જય માતાજી જય હિન્દ” ત્યારે હવે રાજભા ગઢવીનો આ વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે અને તેમના ચાહકો અને અન્ય લોકો પણ તેમની આ વાતને સમર્થન આપતા જોવા મળી રહ્યા છે.

Niraj Patel