‘બોલિવુડવાળીઓ જે ઉઘાડા ફાંદા કરીને ફેરવે છે ને…પ્રદર્શન કરે’ પ્રેગ્નેંસીમાં અભિનેત્રીઓના ફોટોશૂટ પર રાજભા ગઢવીએ કરી દીધી એવી કમેન્ટ કે…

આપણી જે આ ચાંપલિયું ઉઘાડા ફાંદા કરીને ફરે છે ને બૉલીવુડ વાળીઓ મને હવે નથી રહેવાતુ, જુઓ વીડિયોમાં શું શું કહ્યું

લોક ડાયરાઓનું આયોજન ગુજરાતમાં સૌથી વધારે થાય છે અને આપણા ત્યાં એવી જૂની પરંપરા પણ છે કે, લોક ડાયરાઓ અને ભજન કાર્યક્રમ યોજવા. ત્યારે લોકડાયરામાં ગુજરાતી લોક ગીતો, ભજનો અને સાહિત્ય અને હાસ્યની વાતોની રમઝટ બોલાવે છે. ઘણા સમયથી તો વિદેશોમાં પણ લોકડાયરાઓનું આયોજન થાય છે. ત્યારે લોકડાયરાઓમાં લોકકલાકારો રમઝટ બોલાવતા હોય છે. આવા જ એક લોકકલાકાર છે રાજભા ગઢવી.

રાજભા ગઢવી બધા મુદ્દે પોતાના પ્રતિભાવ રાખતા હોય છે. હાલમાં તેમનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તે બોલિવુડ અભિનેત્રીઓના બેબી બંપ ફોટોશૂટને લઇને કહેતા જોવા મળી રહ્યા છે. તે કહે છે કે, આપણી જે આ ચાંપલિયું ઉઘાડા ફાંદા કરીને ફરે છે ને બૉલીવુડ વાળીઓ મને હવે નથી રહેવાતુ, મારે આવું ન બોલાય પણ આ અને પ્રદર્શન કરે અને લખે ઇતને મહિને હો ગયે હે અને ફોટા પાડીને મૂકે.

દરેક સ્ત્રી માટે માતા બનવાની ક્ષણો ખાસ હોય છે એ પછી કોઈ સામાન્ય સ્ત્રી હોય કે કોઈ સેલેબ્રીટી. ત્યારે બોલીડવુડની ઘણી એવી અભિનેત્રીઓ છે જેમને પોતાના પ્રેગ્નેન્સીના સમયમાં પણ ખુલીને જીવવાનું પસંદ કર્યું. આ દરમિયાન તેમને ઘણા ફોટોશૂટ પણ કરાવ્યા જે તેમના માટે યાદગાર બની રહે, ત્યારે કેટલીક અભિનેત્રીઓ એવી પણ છે જેમને બિકીમાં પણ ફોટોશૂટ કરાવ્યું, આજે અમે તમને એવી જ કેટલીક અભિનેત્રીઓ વિશે જણાવીશું.

1. નેહા ધૂપિયા:
અભિનેત્રી નેહા ધૂપિયા બીજીવાર માતા બનવાની છે અને તે પોતાના પ્રેગ્નેન્સી ટાઈમને પણ ખુબ જ એન્જોય કરી રહી છે. તેને શુક્રવારે સોશિયલ મીડિયામાં તેની કેટલીક તસવીરો પણ શેર કરી હતી. જેમાં તે તેના બેબી બમ્પને ફ્લોન્ટ કરતી જોવા મળી રહી હતી. નેહા આ તસ્વીરોમાં બિકી પહેરીને જોવા મળી હતી.

2. સમીરા રેડ્ડી:
અભિનેત્રી સમીરા રેડ્ડીનુ પણ પ્રેગ્નેન્સી ફોટોશૂટ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. તેને પણ પોતાના પ્રગ્નેન્સીમાં બિકી ફોટોશૂટ કરાવી અને ચાહકો સાથે તેની તસવીરો પણ શેર કરી હતી, જેમાં તે પાણીની અંદર જોવા મળી રહી હતી. આ તસવીરો પણ ખુબ જ વાયરલ થઇ હતી.

3. અનુષ્કા શર્મા:
બોલીવુડની ખ્યાતનામ અભિનેત્રી અને ભારતીય ક્રિકેટ ટીમના કપ્તાન વિરાટ કોહલીની પત્ની અનુષ્કા શર્માએ પણ પ્રેગ્નેન્સી દરમિયાન બિકીમાં ફોટોશૂટ કરાવ્યું હતું. આ તસ્વીર પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ હતી.અનુષ્કાએ 11 જાન્યુઆરીના રોજ એક દીકરીને જન્મ આપ્યો હતો.

4. લીજા હેડન:
બૉલીવુડ અભિનેત્રી લીજા હેડન પણ પોતાની પ્રેગ્નેસી દરમિયાન ઘણીવાર બિકીમાં ફોટોશૂટ કરાવી ચુકી છે. તેને ઓક્ટોબર 2016માં ડીનો લાલવાની સાથે લગ્ન કર્યા હતા. હાલમાં જ લીજા ત્રીજીવાર માતા બની છે.

 

View this post on Instagram

 

A post shared by bhavisha (@bhavisha.patel.mam)

5. સેલિના જેટલી:
અભિનેત્રી સેલિના જેટલી પણ તેની તસ્વીરોને લઈને ખુબ જ ચર્ચામાં આવી હતી. તેને પણ પોતાની ત્રીજી પ્રેગ્નેન્સી દરમિયાન પ્રિન્ટેડ બિકી પહેરી હતી. અને તેને બીચ ઉપર ઉભા રહીને પોઝ પણ આપ્યા હતા. જેની તસવીરો પણ તેને શેર કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by bhavisha (@bhavisha.patel.mam)

6. કલ્કિ કોચલીન:
બૉલીવુડ અભિનેત્રી કલ્કિ કોચલીને પણ સોશિયલ મીડિયામાં ખુલાસો કરીને સૌને ચીંકાવી દીધા હતા કે તે પ્રેગ્નેન્ટ છે. તેને જણાવ્યું હતું કે તે તેના બોયફ્રેન્ડ હર્ષથી પ્રેગ્નેન્ટ છે. ત્યારે તેને તેની બિકી તસવીરો પણ શેર કરી હતી, જે સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ હતી.

રાજભા વીડિયો :

Shah Jina