ધૈર્યરાજસિંહની મદદ માટે આગળ આવ્યા રાજભા ગઢવી, ખાસ અંદાજમાં બનાવ્યો વીડિયો, તમે પણ જુઓ

સમગ્ર ગુજરાત જ નહીં પરંતુ દેશભરમાં એક ત્રણ માસના માસુમ બાળક ધૈર્યરાજસિંહની ગંભીર બીમારીની સારવાર માટે દાન એકત્ર કરવાની મોહિમ ચાલી રહી છે. જેમાં સામાન્ય માણસથી લઈએં સેલેબ્રિટીઓ પણ જોડાઈ ગયા છે.

ત્યારે આ દરમિયાન ગુજરાતના ખ્યાતનામ ડાયરા કલાકાર રાજભા ગઢવીએ પણ ધૈર્યરાજસિંહને મદદ કરવા માટે હાંકલ કરી છે. રાજભાએ મદદ માટેનો ખાસ વીડિયો પણ બનાવ્યો છે જેમાં તે ધૈર્યરાજને મદદ કરવાની વાત જણાવી રહ્યા છે.

રાજભા ગઢવી વીડિયોની અંદર જણાવી રહ્યા છે કે જો ધૈર્યરાજને 100 રૂપિયાની પણ એક વ્યક્તિ દ્વારા મદદ કરવામાં આવે તો પણ 16 કરોડ રૂપિયા ભેગા થઇ જશે. આ ઉપરાંત તે જણાવે છે જે અરબોપતિઓ અને કરોડોપતિઓને પણ વિનંતી કરી છે કે તમે જીવન જરૂરિયાત માટે હજારો લાખો રૂપિયા ખર્ચી નાખો છો તો આ બાળકને પણ મદદ કરો, જેની નોંધ ભગવાનના ઘરે પણ લેવાશે.

રાજભા ગઢવી દ્વારા ધૈર્યરાજને મદદ કરવા માટેની આ પહેલને તેમના ચાહકો પણ બિરદાવી રહ્યા છે. રાજભા વીડિયોમાં એમ પણ જણાવે છે કે તે આજે ધૈર્યરાજના મમ્મી પપ્પા સાથે રાજકોટમાં મળવાના હતા અને પછી વીડિયો બનાવવાના હતા, પરંતુ કેટલાક કારણો સર તે શક્ય ના બની શક્યું.

તમને જણાવી દઈએ કે ધૈર્યરાજનેને જે બીમારી છે તેને SMA-1(Spinal Muscular Atrophy Fact Sheet) તરીકે ઓળખવામાં આવે છે. આ બીમારીનો અંદાજિત ખર્ચ 16 કરોડ રૂપિયા જેટલો છે. જેના માટે સમગ્ર દેશભરમાં મદદ માટે દાન પણ એકત્ર કરવામાં આવી રહ્યું છે. ગુજરાત સરકાર દ્વારા પણ ધૈર્યરાજની સારવાર માટે 10 લાખની સહાય મંજુર કરવામાં આવી છે.

Niraj Patel