કેટરીના કેફ જોડે કેસરી કલરના વસ્ત્રો, રાજભા અક્ષય કુમારને સલાહ આપવા કેમ ન ગયા, હિન્દુસ્તવના બેવડા ધોરણ કેમ હોય છે

શાહરૂખ-દીપિકા અને જોન અબ્રાહમ સ્ટારર પઠાણ હાલ વિવાદોમાં ઘેરાયેલી છે અને આ ફિલ્મનો માત્ર હિંદુ સંગઠન જ નહિ પરંતુ મુસ્લિમ સંગઠન પણ વિરોધ કરી રહ્યુ છે. ‘પઠાણ’ સામે જે વિરોધ ચાલી રહ્યો છે તે ગુજરાત પહોંચ્યો છે. ગુજરાતમાં પણ ફિલ્મને લઇને વિરોધના સૂર ઊઠ્યા છે. ગુજરાતના લોકકલાકાર રાજભા ગઢવીએ પણ આ ફિલ્મ પર વિરોધ નોંધાવ્યો હતો. રાજભા ગઢવીએ કહ્યુ કે, ગીતમાં ભગવા કપડા પહેરી અશ્લિલ ડાન્સ કરાયો છે, સેન્સર બોર્ડ ફિલ્મ પર પગલા લે અને પઠાણ ફિલ્મ રિલીઝ ન થવી જોઈએ.

બીજી બાજુ જોઇએ તો, પઠાણ ફિલ્મને લઈને હિન્દુ સંગઠનો બાદ મુસ્લિમ સંગઠનો પણ મેદાનમાં આવ્યા અને તેમણે પણ ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી. મુસ્લિમ સંગઠનોએ ફિલ્મમાં બતાવવામાં આવેલા સીન પર નારાજગી વ્યક્ત કરી. ઓલ ઈન્ડિયા ફેસ્ટિવલ કમિટીના ચેરમેને પઠાણ ફિલ્મને ઈસ્લામનું અપમાન ગણાવીને પ્રતિબંધ લગાવ્યો છે. કોંગ્રેસ નેતા અમિત નાયકે કહ્યુ કે, ના શાહરૂખ ખાન મારા ઘરે રોટલા નાખવા આવે છે ના દીપિકા પાદુકોણ, ના અક્ષય કુમાર કે ના કંગના રનૌત કે ના રાજભા.

તેઓ કહે છે કે મને પ્રશ્ન એટલો થાય છે કે જે કલાકારોને ડહાપણની ડાઢ આવા સમયે ફૂટે છે ત્યારે આ કલાકારોના સાથી કલાકારો જ્યારે સમાજના કોઇ દીકરા પર હથિયારથી હુમલો કરે છે ત્યારે આ લોકો સ્ટેટમેન્ટ કેમ નથી આપતા, જ્યારે સમાજને સારુ ઉદાહરણ આપવાનું હોય એમના સાથી કલાકારો આખા ગામને ડહાપણ ભરી વાતો કરતા હોય મંચ પરથી, જ્યારે ખુલ્લામાં હથિયાર લઇને ધોળે દિવસે એક રીઢા ગુનેગારની જેમ કોઇ સમાજના દીકરાના હાથ-પગ તોડતા નીકળે છે ત્યારે આ બધા કલાકારોની બુદ્ધિ ક્યાં જાય છે.

તે કહે છે કે જાણિતો હિરો પોતાના પક્ષને સપોર્ટ કરે, પોતાના પક્ષના નેતાની વાહવાહી કરે, ઇન્ટરવ્યુ લે એટલે એને બાકાત રાખવાનો, તેમણે આગળ જણાવ્યુ કે, કેમ એણે કેટરીના સાથે ટિપ ટિપ બરસા પાની વાળા ગીતમાં કેસરી રંગના વસ્ત્રોવાળી હિરોઇન જોડે ડાન્સ નહિ કર્યો.કેમ આ રાજભા ત્યારે અક્ષય કુમારને સલાહ આપવા નહોતા ગયા ભાઇ. તમે સલાહ આપવાની વાત કરો છો, તમે હિન્દુત્વની વાત કરો છો તો તમારા હિન્દુત્વના બેવડા ધોરણ કેમ છે.

રાજભા આ મામલે જવાબ આપે છે કે, એમની પાસે જેટલા સવાલ છે તેટલા જવાબ તે આપશે તે ગમે ત્યારે મળી શકે છે. રાજભાએ કહ્યુ કે, જે ભગવો રંગ છે એને કોઇકે લીલો રંગ કરીને પોસ્ટ મૂકી હતી અને લખ્યુ હતુ કે, આ રંગ બરાબર છે, પણ તોય મને નો ગમ્યુ. તે કહે છે કે કોઇની લાગણી દુભાય નહિ એની જ અમે વાતો કરીએ છીએ.

Shah Jina