રાજભા ગઢવીએ ડાયરાના મંચ ઉપરથી લલકાર્યા દુહા અને છંદ.. થયો એવો નોટોનો વરસાદ કે આખો સ્ટેજ નોટોથી ભરાઈ ગયો, જુઓ વીડિયો

ગુજરાતમાં હાલ ગરમીનો માહોલ ચાલી રહ્યો છે અને આવા સમયે ગુજરાતમાં ઠેર ઠેર રાત્રી કાર્યક્રમો પણ થઇ રહ્યા છે, ક્યાંક ડાયરાનો માહોલ જામે છે તો ક્યાંક સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવે છે. આવા કાર્યક્રમમાં ગુજરાતના સુપ્રસિદ્ધ કલાકારો પણ મન મૂકીને તેમના તાલે શ્રોતાગણોને ઝુમતા કરી મુકતા હોય છે.

ત્યારે હાલમાં જ ગુજરાતના એવા જ એક સુપ્રસિદ્ધ ગાયક રાજભા ગઢવીના ડાયરામાં પણ એવો માહોલ સર્જાયો હતો. જ્યાં તેમના મુખેથી ડાયરો લલકારતાની સાથે જ શ્રોતાગણો ઝૂમી ઉઠ્યા હતા અને તેમના ડાયરામાં જ નોટોનો વરસાદ પણ થતો જોવા મળ્યો હતો, જેનો એક વીડિયો પણ સામે આવ્યો છે.

રાજભા ગઢવીનો એક ડાયરા કાર્યક્રમ બોટાદના તરઘારામાં યોજાયો હતો. જેમાં રાજભા ગઢવીએ પોતાના સુર તાલના સથવારે શ્રોતાગણોને ઝુમાવ્યા હતા, રાજભાએ આ કાર્યક્રમનો એક વીડિયો પણ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટગ્રામ ઉપર શેર કર્યો હતો. જે હાલ ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

રાજભા દ્વારા શેર કરવામાં આવેલા આ ડાયરા કાર્યક્રમમાં માનવ મહેરામણ ઉમટેલું જોવા મળી રહ્યું છે. આ ઉપરાંત રાજભા શ્રોતાગણોને સંબંધોન પણ કરતા જોવા મળે છે, જેના બાદ તે દુહા અને છંદ સાથે ડાયરાનો આગાઝ કરે છે અને શ્રોતાગણ પણ તેમના તાલમાં ખોવાઈ જાય છે અને મન મૂકીને ઝુમતા જોવા મળી રહ્યા છે.

જેમ જેમ રાજભાનો ડાયરો આગળ ચાલે છે તેમ તેમ શ્રોતાગણ પણ તેમના સ્ટેજ નજીક આવીને નોટોનો વરસાદ કરી રહ્યા છે, થોડીવારમાં જ આખું સ્ટેજ નોટોથી પણ ભરાઈ જાય છે. આ ડાયરામાં રાજભા માથે સાફો પહેરી અને હાર્મોનિયમ ઉપર ડાયરાના સુર લલકારતા જોવા મળી રહ્યા છે.

Niraj Patel