“બાબાએ તો ગુજરાતનું વાતાવરણ ગાંડુ કર્યું છે હો… !” રાજકોટના દિવ્ય દરબારમાં રાજભા ગઢવીએ બોલાવી રમઝટ- જુઓ વીડિયો
બાગેશ્વર ધામના બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં છે. સુરત, અમદાવાદ અને વડોદરા તેમજ રાજકોટમાં તેમનો દિવ્ય દરબાર યોજાયો હતો. રાજકોટના રેસકોર્સ મેદાનમાં યોજાયેલા દિવ્ય દરબારમાં ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી અને આ દરમિયાન નેતાઓનો પણ જમાવડો જોવા મળ્યો હતો.
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત અનેક હસ્તિએ બાબાના દિવ્ય દરબારમાં ધીરેન્દ્ર શાસ્ત્રીને સાંભળવા માટે પહોંચી હતી. આ સિવાય લોકગાયક રાજભા ગઢવી પહોંચ્યા હતા અને તેમણે ત્યાં એવી રમઝટ બોલાવી કે સૌ કોઈ મંત્રમુગ્ધ થઇ ગયા હતા. રાજભા ગઢવીએ કહ્યું કે, ચારે તરફ ભગવો દેખાઈ છે, બાબાએ તો ગુજરાતનું વાતાવરણ ગાંડુ કર્યું છે.
રાજભા ગઢવીએ આગળ કહ્યુ કે- હું પગે લાગીને વિનંતી કરું છું કે આપણે કોઈનો વિરોધ નથી કાંઈ નથી. અહીંયા જે પણ આવ્યા છે ને સાંભળે છે તમે કાંઈ સારું ના કરી શકતા હોય તો કાંઈ નહિ પણ જે સારું કરે છે જોડવાનું કરે છે એમને નડવાનું બંધ કરી દો, જે વિરોધ કરે છે.
રાજભા ગઢવીએ સનાતન ધર્મ માટે એક ગીત પણ ગાયું, જેના શબ્દો હતા- સનાતન ધરમના સારા કામ થાય, ભારતમાં જો હવે ભગવો લહેરાય” રાજકોટમાં યોજાયેલા આ દિવ્ય દરબારમાં રાજભા ગઢવીને સાંભળી રાજકોટવાસીઓને મંત્રમુગ્ધ થઇ ગયા હતા.