દુઃખદ: ‘ભૂલ ભુલૈયા’ ના ડિરેક્ટરનું થયું અચાનક નિધન, આખી ઇન્ડસ્ટ્રી દુઃખ દર્દથી ધણધણી ઉઠી, જુઓ

બોલિવૂડ જગતમાં એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. પ્રખ્યાત પ્રોડક્શન ડિઝાઈનર અને આર્ટ ડિરેક્ટર રજત પોદ્દારનું અચાનક અવસાન થયું છે. ‘ભૂલ ભુલૈયા 3’ના પ્રોડક્શન ડિઝાઈનર તરીકે કામ કરી રહેલા રજત પોદ્દારના મૃત્યુની પુષ્ટિ તેમના મિત્ર અને નિર્દેશક અનીસ બઝ્મીએ કરી છે. ‘બર્ફી’, ‘ફાઈટર’, ‘પઠાણ’ જેવી સુપરહિટ ફિલ્મોમાં કામ કરનાર રજત પોદ્દારના અવસાનથી સમગ્ર ફિલ્મ ઉદ્યોગ શોકમાં ગરકાવ થઈ ગયો છે.

 

View this post on Instagram

 

A post shared by Anees Bazmee (@aneesbazmee)

અનીસ બઝ્મીએ ઇન્સ્ટાગ્રામ પર એક ભાવુક પોસ્ટ શેર કરીને આ દુઃખદ સમાચાર આપ્યા છે. તેમણે લખ્યું, “આજે મેં એક ખૂબ જ પ્રિય મિત્ર ગુમાવ્યો છે. એક ઉત્તમ વ્યક્તિ અને એક મહાન પ્રોડક્શન ડિઝાઈનર. ખૂબ જલ્દી ચાલ્યા ગયા.. તમે હંમેશા યાદ આવશો ‘રજત દા’.” જોકે, હજુ સુધી રજત પોદ્દારના અચાનક મૃત્યુનું કારણ જાણવા મળ્યું નથી.

અનીસ બઝ્મીએ ન્યૂઝ 24 સાથેની વાતચીતમાં જણાવ્યું કે રજતને કોઈ સ્વાસ્થ્ય સમસ્યા નહોતી. તેમના મૃત્યુના એક રાત પહેલા જ બંનેએ વાત કરી હતી. અનીસે કહ્યું, “હું સ્તબ્ધ છું. તે એક ખૂબ જ સારા વ્યક્તિ અને પ્રિય મિત્ર હતા. રજત લંડનમાં હતા અને ગઈકાલે રાત્રે અમારી સારી વાતચીત થઈ હતી. તેમણે મને કહ્યું કે તેમને ‘ભૂલ ભુલૈયા 3’નો ટીઝર કેટલો પસંદ આવ્યો અને તેમણે મને તે શેર કરવા કહ્યું. ખરેખર, તેમણે પછી ટીઝરની એક સ્ટોરી પણ પોસ્ટ કરી હતી.”

 

View this post on Instagram

 

A post shared by Rajat Poddarr (@rajatdesigns)

અનીસે વધુમાં કહ્યું, “મને વિશ્વાસ નથી થતો કે તે ચાલ્યા ગયા છે. અમે એકબીજાને છેલ્લા 30 વર્ષથી ઓળખતા હતા. અમે ખૂબ જ નજીકના હતા. અમે હંમેશા એક જ કારમાં જતા, પછી ભલે તે લોકેશન રેકી હોય કે આઉટડોર શૂટ માટે જવાનું હોય. અમે ઘણો સમય સાથે વિતાવ્યો છે. તેમણે ‘ભૂલ ભુલૈયા 3’માં એટલું શાનદાર કામ કર્યું છે કે તમે જોઈને ખુશ થઈ જશો. જ્યારે પણ હું કોઈ મોટો સેટ જોઈશ, ત્યારે મને તેમની યાદ જરૂર આવશે.”

નિર્દેશક વિવેક અગ્નિહોત્રીએ પણ રજતના અવસાનની જાણકારી આપતા એક પોસ્ટ શેર કરી છે. તેમણે પોતાના એક્સ (ટ્વિટર) એકાઉન્ટ પર લખ્યું, “મારા મિત્ર, ભાઈ અને સૌથી સારા અને મોટા પ્રોડક્શન ડિઝાઈનર રજત પોદ્દાર હવે આપણી સાથે નથી. તદ્દન સ્વસ્થ, હંમેશા ખુશ રહેનારા, કોઈ તણાવ વિના રહેનારા રજતને લંડનમાં રાત્રે કાર્ડિયાક અરેસ્ટ આવ્યો, જેના કારણે તેમનું અવસાન થયું. મને ખબર નથી કે હું તમારા વિના #TheDelhi Files કેવી રીતે બનાવી શકીશ? ઓમ શાંતિ રજત.”

 

View this post on Instagram

 

A post shared by Rajat Poddarr (@rajatdesigns)

રજત પોદ્દારના અચાનક અવસાને બોલિવૂડ ઉદ્યોગને ભારે આઘાત આપ્યો છે. તેમણે પોતાની કારકિર્દી દરમિયાન અનેક સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું હતું અને તેમની કલાકૃતિઓ માટે પ્રશંસા મેળવી હતી. તેમના કામની છાપ ફિલ્મ ઉદ્યોગમાં લાંબા સમય સુધી જોવા મળશે. રજત પોદ્દારના અવસાનથી ન માત્ર ફિલ્મ ઉદ્યોગને, પરંતુ તેમના મિત્રો અને સહકર્મીઓને પણ મોટો આઘાત લાગ્યો છે. તેમના વ્યક્તિત્વ અને કામ પ્રત્યેની પ્રતિબદ્ધતાની સૌ કોઈ પ્રશંસા કરી રહ્યા છે. તેમના જવાથી બોલિવૂડે એક મહાન કલાકાર અને પ્રતિભાશાળી વ્યક્તિ ગુમાવ્યા છે.

Dhruvi Pandya