RCBના બેટ્સમેને માર્યો એવો 102 મીટર લાંબો છગ્ગો કે બોલ જઈને સ્ટેન્ડમાં બેઠેલા કાકાના માથામાં જઈને વાગ્યો, જુઓ વીડિયો

IPL 2022 ની 60મી મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને મોટી હારનો સામનો કરવો પડ્યો હતો. ચાહકોને મેચમાં ચોગ્ગા અને છગ્ગાની જોરદાર ધમાલ જોવા મળી હતી, પરંતુ રોયલ ચેલેન્જર બેંગ્લોરના બેટ્સમેન રજત પાટીદાર દ્વારા લગાવવામાં આવેલ સિક્સર ચાહકો માટે ખૂબ જ મોંઘી સાબિત થઈ હતી કારણ કે આ શોટ સીધો ચાહકના માથામાં ગયો હતો.

આ મેચમાં રોયલ ચેલેન્જર બેંગ્લોર (RCB)ના બેટ્સમેન રજત પાટીદારે 21 બોલમાં 26 રન બનાવ્યા હતા. આ ઇનિંગમાં તેના બેટમાંથી 1 ફોર અને 2 શાનદાર સિક્સર આવી હતી. આમાંનો એક શોર્ટ ફેન્સ માટે ખૂબ જ ભારે હતો. બેંગ્લોરની ઇનિંગ્સની 9મી ઓવર હરપ્રીત બોલિંગ કરી રહ્યો હતો. આ ઓવરના ચોથા બોલ પર રજત પાટીદારે લોંગ ઓનની દિશામાં લાંબી સિક્સ ફટકારી.

આ શોટ સ્ટેન્ડમાં બેઠેલા વૃદ્ધ ચાહકના માથામાં વાગ્યો, જેને જોઈને ખેલાડીઓ પણ ચિંતિત દેખાયા. આ શૉટનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. ગઈકાલની મેચમાં RCBના કેપ્ટન ફાફ ડુ પ્લેસિસે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પહેલા બેટિંગ કરતા પંજાબ કિંગ્સે RCB ટીમને જીતવા માટે 210 રનનો ટાર્ગેટ આપ્યો હતો.

આ ટાર્ગેટને RCB ટીમ હાંસલ કરી શકી ન હતી અને 54 રનથી મેચ હારી ગઈ હતી. RCB ટીમ તરફથી કોઈ પણ બેટ્સમેન મોટી ઇનિંગ રમી શક્યો નહોતો. જેના કારણે ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. પંજાબ માટે કાગીસો રબાડાએ 4 ઓવરમાં 21 રન આપીને 3 વિકેટ લીધી હતી.

આ પહેલા પણ મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચે રમાયેલી સિઝન 7મી મેચમાં યુવા બેટ્સમેન આયુષ બદોનીએ સ્વીપ શોટ રમતા ડીપ સ્ક્વેર લેગ પર લાંબી સિક્સર ફટકારી હતી. પરંતુ આયુષ બદોનીના આ શોટને કારણે સ્ટેન્ડ પર બેઠેલી એક મહિલા ઘાયલ થઈ ગઈ હતી. આ બોલ સીધો સ્ટેન્ડ પર ગયો અને મહિલા પ્રશંસકના માથા પર વાગ્યો. જે બાદ મહિલા થોડીવાર માથું પકડીને ઉભી જોવા મળી હતી.

Niraj Patel