ખબર ફિલ્મી દુનિયા

બોલિવૂડને વધુ એક ધ્રાસ્કો પડ્યો, આ ફેમસ દિગ્જ્જનું નિંધન થતા ચકચાર મચી ગઈ

2020 બૉલીવુડ માટે સૌથી ખરાબ રહ્યું છે એક પછી એક દિગ્ગજ દુનિયાને અલવિદા કહી રહ્યા છે. પ્યાર તુને ક્યાં, રોડ જેવી બૉલીવુડ ફિલ્મો આપનાર ડાયરેક્ટર રજત મુખર્જીનું અવસાન થયું છે.

આજે સન્ડે મોર્નિંગમાં એમને અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ ઘણી બીમારીઓથી પીડાતા હતા. રજત મુખરજીના નિધનના સમાચારથી બોલીવુડમાં શોકનું મોજું ફરી વળ્યું છે. મનોજ બાજપાઈ તેમજ અનુભવ સિંહ, હંસલ મહેતા સહીત અનેક સિનેજગતના લોકોએ ટ્વીટ કરી તેમને શ્રદ્ધાંજલિ આપી છે.

મળેલી માહિતી અનુસાર લૉકડાઉન જાહેર થયા પછી તે પોતાના હોમટાઉન જયપુર ગયા હતા. ઘણા સમયથી તેમની સારવાર ચાલતી હતી અને મે મહિનામાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. તેઓ ડાયલિસિસ પર હતા. રજત મુખર્જીના મૃત્યુના સમાચાર સાંભળીને બોલિવૂડ એક્ટર મનોજ વાજપેયી, ડિરેક્ટર હંસલ મહેતા તથા અનુભવ સિંહાએ દુઃખ વ્યક્ત કર્યું હતું.

હંસલ મહેતાએ જણાવ્યું હતું કે, ‘થોડી વાર પહેલા જ એક પ્રિય મિત્રના અવસાનના સમાચાર મળ્યા. ‘પ્યાર તૂને ક્યા કિયા’ તથા ‘રોડ’ના રજત મુખર્જી મુંબઈમાં અમારા શરૂઆતના સંઘર્ષના એક ફ્રેન્ડ હતાં. અનેક ભોજન, ઓલ્ડ મોન્કની અનેક બોટલ પૂરી કરી અને હવે તે બીજી દુનિયામાં પૂરી કરશે. પ્રિય મિત્ર તારી હંમેશાં યાદ આવશે.’

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.