“કોઇ મિલ ગયા” ફિલ્મના આ અભિનેતા ફસાયો બરાબરનો, રસ્તા પર ચાલતા વ્યક્તિને મારી દીધી ટક્કર, જાણીને દુઃખ થશે

“કોઇ મિલ ગયા” અભિનેતા રજત બેદી સાથે જોડાયેલ એક ચોંકાવનારી ખબર સામે આવી છે. અભિનેતા રજત બેદી વિરૂદ્ધ હિટ એન્ડ રન કેસ દાખલ કરવામાં આવ્યો છે. જણાવાઇ રહ્યુ છે કે, બોલિવુડ અભિનેતાએ ગત સાંજે અંધેરી વિસ્તારમાં એક વ્યક્તિને ટક્કર મારી દીધી. આ ઘટના વિરૂદ્ધ ડીએન નગર પોલિસ સ્ટેશનમાં મામલો દાખલ કરવામાં આવ્યો છે.

ઘટનામાં ઘાયલ થયેલ વ્યક્તિના પરિવારવાળાએ સ્વીકાર્યુ કે રજત બેદીએ તેમને હોસ્પિટલ સુધી લાવવામાં મદદ કરી, રીપોર્ટ અનુસાર અભિનેતાએ વ્યક્તિના પરિવારને આશ્વાસન આપ્યુ છે કે તે તેમની પૂરી ટ્રીટમેન્ટ કરાવશે, તે બાદ અભિનેતા ત્યાંથી ચાલ્યા ગયા. પીડિત હાલ હોસ્પિટલમાં છે અને તેમની સારવાર ચાલી રહી છે.

રજત વિરૂદ્ધ પોલિસ સ્ટેશનમાં આઇપીસી ધારા 279 અને 338 અંતર્ગત કેસ દાખલ કરવામાં આવ્યો છે. અભિનેતાએ પોલિસને જણાવ્યુ કે, જે વ્યક્તિ ઘાયલ થયો છે તે નશામાં ધૂત હતો અને ભૂલથી તે તેમની ગાડી આગળ આવી ગયો. તે કામ કરી ઘરે જઇ રહ્યા હતા અને ચાલતા ટ્રાફિક વચ્ચે રોડ ક્રોસ કરતા ઘટનાનો શિકાર થયા. કારથી ટકરાયા બાદ તેના માથા અને કમરમાં ઇજા પહોંચી છે. રજતે તેને બધી જ સારવારનો પૂરો ખર્ચ ઉઠાવવાનો વાયદો કર્યો છે.

પીડિતની પત્નીનું માનવુ છે કે, તેનો પતિ નશામાં હતો જયારે આ ઘટના થઇ. તેણે કહ્યુ કે, આ દુર્ઘટના ત્યારે થઇ જયારે મારા પતિ સાંજે 6.30 ઘરે જઇ રહ્યા હતા. કાર ચલાવી રહેલ રજત બેદીએ મારા પતિને ટક્કર મારી દીધી, તે બાદ તે પડી ગયા અને તેમને ગંભીર ઇજા પહોંચી છે.

રજત બેદીએ કરિયરની શરૂઆત મોડલ તરીકે કરી હતી. તેમણે અભિનય કરિયરની શરૂઆત વર્ષ 1998માં હિંદી ફિલ્મ “2001”થી કરી હતી. આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં જેકી શ્રોફ, ડિમ્પલ કાપડિયા અને તબ્બુ હતી. રજત બેદીએ હિંદી સિનેમામાં અભિનેતા જ નહિ પરંતુ ખલનાયકના રૂપમાં પોતાની ઓળખ બનાવી છે, જેને દર્શકો અને આલોચકો દ્વારા પણ ઘણી સરાહના કરવામાં આવી હતી.

રજત ફિલ્મ “કોઇ મિલ ગયા” અને “ઇન્ટરનેશનલ ખિલાડી” જેવી ફિલ્મોનો ભાગ રહ્યા છે, જો કે, છેલ્લા કેટલાક સમયથી તે ફિલ્મોથી દૂર છે. રજત બેદી હાલ વિદેશમાં બિઝનેસ કરે છે.

Shah Jina