રસોઈ

રાજસ્થાની દાળ ઢોકળી રેસિપી: આંગળા ચાટતા રહી જશો, નોંધી લો રેસિપી સ્ટેપ બાય સ્ટેપ

રાજસ્થાન ની વાત આવે એટલે મન થાય કે ચાલો દાળ-બાટી ખાઈએ. અને દાળ બાટી સાથે ચુરમું ખાવા ની મજા પડી જાય. પણ આપણે અહી દાળ બાટી નહીં પરંતુ રાજસ્થાન ની દાળ ઢોકળી ની રેસીપી શીખીશું. અને તેનો સ્વાદ ચાખીશું. ચાલો તો તમે પણ ઘરે બનાવવા માટે આ રેસીપી ની નોંધ કરી લો.

રાજસ્થાની દાળ ઢોકળી બનાવવા માટે ની સામગ્રી

 • અળદ ની દાળ – 1/2 કપ (100 ગ્રામ)
 • ઘઉં નો લોટ – 1/2 કપ (75 ગ્રામ)
 • બેસન – 2 ટેબલ સ્પૂન (20 ગ્રામ)
 • ટમેટા – 1 (ઝીણા સમારેલા)
 • ઘી – 2 થી 3 ટેબલ સ્પૂન
 • હીંગ – 1 ચપટી
 • જીરું – 1/2 નાની ચમચી
 • લાલ મરચાં નો પાઉડર – 1/4 નાની ચમચી
 • હળદર  નો પાઉડર – 1/4 નાની ચમચી
 • ધાણાજીરું – 1 નાની ચમચી
 • સૂકા લાલ મરચાં – 1
 • લીલા મરચાં – 1 (ઝીણા સમારેલા)
 • કરી પત્તા – 7-8
 • કોથમીર – 1 ટેબલ સ્પૂન (ઝીણી સમારેલી)
 • મીઠું – સ્વાદ અનુસાર
 • અજવાયન – 1/4 નાની ચમચી થી ઓછું

રાજસ્થાની દાળ ઢોકળી બનાવવા માટે ની રીત

 • સૌપ્રથમ અળદ ની દાળ ને સાફ કરી ને તેને ધોઈ નાખો ત્યાર બાદ તેને દાળ બનાવવા ના 1 કે 2 કલાક પહેલા પાણી માં પલાળી ને મૂકી દો.
 • હવે કુકર માં દાળ અને 2 કપ પાણી નાખો, અને એક નાની ચમચી મીઠું નાખી કુકર ને બંધ કરી એક સીટી થાય ત્યાં સુધી ચડવા દો. ત્યાર પછી ધીમા તાપે 2 થી 3 મિનિટ અતે ચડવા દો. અને પછી ગેસ બંધ કરી દો. આમ કુકર નું પ્રેશર ઓછું થાય ત્યાં સુધી દાળ ને કુકર માં જ રહેવા દો.
 • હવે એક વાસણ માં ઘઉં નો લોટ, બેસન, 1/4 નાની ચમચી મીઠું, એક નાની ચમચી ઘી અને અજવાયન નાખી તેને સારી રીતે મિક્સ કરી દો. આમ થોડું-થોડું પાણી નાખી રોટલી થાય એવો નરમ લોટ બાંધી લો, આટલો લોટ બાધવા માટે 1/4 જેટલુ પાણી જોઈએ છે. હવે આ બાંધેલા લોટ ને 10 થી 15 મિનિટ માટે ઢાંકી ને મૂકી દો, જેથી કરીને લોટ ફૂલી ને તૈયાર થઈ  જાય.
 • હવે હાથ માં થોડું ઘી લગાવી લોટ ને મસળી ને ચીકણો કરી નાખો, આમ ઢીકલી બનાવવા માટે નો લોટ તૈયાર છે.
 • હવે લોટ માથી એક લૂઓ લઈ તેને ગોળ બનાવી લો, પછી ગોળ લૂઆ ને કોરા લોટ માં ફેરવી પાટલા પર મૂકો, અને વેલણ થી તેની રોટલી બનાવી લો. હવે તેને એક-એક ઈંચ ની પટ્ટી માં કાપી નાખો. આ પટ્ટી ને નાનો આકાર આપતા ચોસલા બનાવી નાખો.
 • ઢોકળી ને ચડાવા માટે એક વાસણ માં 2 થી 3 કપ પાણી નાખી તેને ઉકાળી નાખો, જ્યારે પાણી ઉકળવા લાગે ત્યારે તેમાં ઢોકળી નાખી ચડવા દો, ઢોકળી ને ફાસ્ટ ગેસે 10 થી 15 મિનિટ માટે ચડવા દો અને વચ્ચે વચ્ચે હલાવતા રહો.

દાળ માટે વખાર તૈયાર કરો

 • એક વાસણ માં ઘી ગરમ કરવા ,અતે મૂકો, આ ગરમ ઘી માં જીરું અને હીંગ નાખો, જીરું તળાય  જાય પછી તેમાં હળદર નો પાઉડર, કરી પત્તા, સૂકું મરચું, ઝીણી સમારેલી લીલા મરચાં, અને ધાણાજીરું નાખી, આ મસાલા ને સારી રીતે તળી લો, પછી તેમાં સમારેલા ટમેટા નાખી દો, ટમેટા ને ચડવા દો, ચડી ગયા પછી તેમાં લાલ મરચાં નો પાઉડર નાખી તેને મિક્સ કરી નાખો. મસાલા માથી ઘી છૂટું પડે ત્યાં સુધી તળી લો.
 • આમ મસાલો તળી ને તૈયાર છે. હવે કુકર માં ચડેલી દાળ અને ચડેલી ઢોકળી ને આ મસાલા માં મિક્સ કરો. આ મસાલા ને ખૂબ સારી રીતે મિક્સ કરો, પછી તેને 5 મિનિટ માટે ગેસ પર ધીમા તાપે ચડવા દો.
 • આવી રીતે દાળ ઢોકળી બની ને તૈયાર છે. હવે તેમાં થોડી કોથમીર નાખી મિક્સ કરી લો, ત્યાર બડા તૈયાર દાળ ઢોકળી ને એક વાસણ માં કાઢી લો, તેની ઉપર પણ થોડી કોથમીર નાખી સજાવી લો, હવે ગરમા ગરમ દાળ ઢોકળી તૈયાર છે. અને તેને પીરસો અને ખવડાવો.

લો તો તૈયાર છે રાજસ્થાની દાળ ઢોકળી. જેને તમે હવે ઘર પણ બનાવી શકો છો. આ રાજસ્થાની દાળ ઢોકળી માં તમે અળદ ની દાળ ની જગ્યા એ ચણા ની દાળ, મગ દાળ, કે તુવેર દાળ પણ ઉપયોગ માં લઈ શકો છો તેમજ ચાર પાંચ દાળ ને ભેગી કરી ને પણ રાજસ્થાની દાળ ઢોકળી બનાવી શકો હો.

માધવી આશરા ‘ખત્રી’

Author: GujjuRocks Team
મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે અમને ઉત્સાહ રહે…
દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – GujjuRocks – ગુજ્જુરોક્સ