ગરીબ હતો પતિ, પત્ની હતી ખૂબસુરત, લક્ઝરી લાઇફ જીવવા માટે કર્યુ એવું ગંદુ કામ, જેને સાંભળી તમે પણ ચોંકી ઉઠશો

પતિ હતો ગરીબ, પત્નીએ સપના પૂરા કરવા માટે ઉઠાવ્યો ખૂબસુરતીનો ફાયદો, કર્યુ એવું ગંદુ કામ કે સાંભળીને રાડ પડી જશો

ગુજરાત રાજય સહિત દેશભરમાંથી ઘણીવાર હનીટ્રેપના કિસ્સાઓ સામે આવતા રહે છે. જેમાં કેટલીક ખૂબસુરત યુવતિઓ દ્વારા યુવકોને ફસાવવામાં આવે અને તે બાદ તેમના ગંદા વીડિયો કે તસવીરોને લઇને તેમને બ્લેકમેઇલ કરી તેમની પાસેથી લાખો રૂપિયા હડપવવામાં આવે છે. આવા અનેક કિસ્સાઓ ગુજરાત સહિત દેશભરમાં નોંધાયા છે. ત્યારે વધુ એક કિસ્સો હાલ સામે આવ્યો છે. એક મહિલા માર્બલ વેપારીને આપત્તિજનક વીડિયો સોશિયલ મીડિયા પોસ્ટ કરવાની ધમકી આપી બ્લેકમેઇલ કરી રહી હતી. તે વેપારી પાસેથી અત્યાર સુધી 23 લાખ રૂપિયા તો વસૂલી ચૂકી હતી.

આ મામલો જયારે પોલિસ સુધી પહોંચ્યો ત્યારે મહિલા સહિત ત્રણની ધરપકડ કરવામાં આવી. પ્રાપ્ત જાણકારી અનુસાર, 22 એપ્રિલના રોજ એક માર્બલ વેપારી ઘરેથી કહ્યા વગર નીકળી ગયા હતા. 23 એપ્રિલના રોજ તેમના પરિવારે તેમના ગુમ થયાનો રીપોર્ટ દાખલ કરાવ્યો. વેપારીના મળ્યા બાદ પોલીસે તપાસ કરી તો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો.  વેપારી આત્મહત્યા કરવા જઈ રહ્યો હતો. પીડિત માર્બલ વેપારીએ પોલીસને જણાવ્યું કે ગુણવટીના રહેવાસી રેખા કંવર અને શૈતાન સિંહે તેનો આપત્તિજનક વીડિયો બનાવ્યો હતો અને તેને વાયરલ કરવાની ધમકી આપીને 23 લાખ રૂપિયા પડાવી લીધા હતા.

પ્રતિકાત્મક તસવીર

વાસ્તવમાં રેખા પતિ વિક્રમ સિંહ સાથે ઝૂંપડા જેવા મકાનમાં રહેતી હતી. તેમની આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ હતી. રેખા વૈભવી જીવન જીવવા માંગતી હતી. માર્બલ કંપનીમાં સ્ટોન કટરનું કામ કરતો પતિ તેની ઈચ્છા પૂરી કરી શક્યો ન હતો.આ પછી રેખાએ પોતાની સુંદરતાને હથિયાર બનાવીને પૈસા કમાવવાની યોજના બનાવી. ત્રણ વર્ષ પહેલાં, તે એક માર્બલના વેપારી સાથે સંપર્કમાં આવી, તેણે ધીમે ધીમે વેપારીને સુંદરતાના જાળમાં ફસાવી દીધો. રેખાના મિત્ર શૈતાન સિંહે આ ષડયંત્રને સમર્થન આપ્યું હતું. રેખાએ માર્બલના વેપારી સાથે સંબંધ બાંધતા વીડિયો શૂટ કરાવ્યો હતો અને શૈતાન સિંહ મારફતે બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું હતું.

પ્રતિકાત્મક તસવીર

બિઝનેસમેને પહેલા તેને 23 લાખ રૂપિયા આપ્યા. આમ છતાં રેખાનો લોભ વધતો જ રહ્યો. આ પછી તેણે ફરીથી 50 લાખની માંગણી કરી, જે બાદ વેપારીએ આત્મહત્યાનો રસ્તો પસંદ કર્યો. પહેલા તેણે આખી વાત તેની બહેનને જણાવી, ત્યારબાદ બંને ભાઈ-બહેન પોલીસ સ્ટેશન પહોંચ્યા અને મામલાની માહિતી આપતાં મહિલા અને તેના સહયોગીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી. હાલ પોલીસે આરોપી રેખા, તેના મિત્ર શૈતાન સિંહ અને પતિ વિક્રમ સિંહની ધરપકડ કરી લીધી છે અને વધુ તપાસ હાથ ધરી છે.

Shah Jina