દિલધડક સ્ટોરી પ્રસિદ્ધ પ્રેરણાત્મક રસપ્રદ વાતો

પિતા ચલાવતા હતા ઊંટગાડી, દીકરાએ આઇપીએસ બની નામ કર્યું રોશન! આખી સ્ટોરી વાંચીને સલામ કરજો

આપણા દેશની દુર્દશા છે કે મોટા ભાગના લોકો ફક્ત સેલિબ્રિટીને જ સલામ કરે છે…આ IPS દીકરાની સ્ટોરી વાંચીને જરૂર સલામ કરજો

રાજસ્થાનના બીકાનેર જિલ્લાના રાસીસરના રહેવાસી પ્રેમ સુખ ડેલુ, આજે ગુજરાત કેડરના અમરેલીમાં આઈપીએસના પદ પર ફરજ બજાવે છે. વર્ષ 2015ની યુપીએસસી પરીક્ષામાં તેમણે 170મો રેન્ક મેળવ્યો હતો. રસપ્રદ વાત એ છે કે તેમણે હિન્દી માધ્યમ દ્વારા પરીક્ષા આપી હતી અને હિન્દી માધ્યમના પરીક્ષાર્થીઓમાં આખા દેશમાં તેમણે ત્રીજો ક્રમ મેળવ્યો હતો.

Image Source

મોટા સંયુક્ત કુટુંબમાંથી આવતા, આઈપીએસ ડેલુના ઘરમાં તેમની પેઢી પહેલાં કોઈ પણ શાળાએ ગયું ન હતું. તેમના પરિવાર પાસે કોઈ ખાસ મિલકત પણ નહોતી કે તેઓ પોતાની ખેતી કરી શકે. તેઓ જણાવે છે કે ‘મારા પિતા ઊંટ-ગાડી ચલાવતા હતા અને લોકોનો સામાન એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડતા હતા. મેં નાનપણમાં ઘણી આર્થિક સમસ્યાઓ જોઈ કારણ કે આવક એટલી વધારે હતી નહિ અને ખર્ચો ઘણો હતો.’

ડેલુએ સ્કૂલનું શિક્ષણ ગામની સરકારી શાળા અને ત્યારબાદ બીકાનેરના રાજકીય ડુંગર કોલેજથી કર્યું હતું. તેમણે ઇતિહાસ વિષયમાં એમ.એ. કર્યું અને કોલેજમાં ગોલ્ડ મેડલિસ્ટ રહ્યા. ઉપરાંત, તેમણે આ વિષયમાં યુજીસી-નેટ અને જેઆરએફની પરીક્ષા પણ પાસ કરી છે.

Image Source

નાનપણથી જ અભ્યાસમાં તેજ રહેનારા ડેલુ કહે છે, ‘બાળપણથી કંઇ એવું નહોતું કે આ જ કરવાનું છે. સૌથી પહેલી પ્રાથમિકતા એ હતી કે અભ્યાસ કરીને કોઈ નોકરીએ લાગી જઈએ કે જેથી ઘર પરિવારનો સહારો બની શકીએ. અને પછી પોતાની જાત માટે આગળનો રસ્તો બનાવી શકીએ.’

તેથી, સ્નાતક થયા પછી, જે પણ સરકારી નોકરીના ફોર્મ ભરી શકતા હતા એ બધા જ ભર્યા. વર્ષ 2010માં, તેમણે પટવારીની પરીક્ષા પાસ કરી અને તેમણે નિયુક્તિ મળી ગઈ. ડેલુ ઇચ્છતે તો પટવારીના પદ પર જ રહી શકતે, પણ તેમણે અંદાજો હતો કે તેમની પ્રતિભા તેના કરતા વધારે છે અને તેથી તેમણે કોઈને કોઈ પરીક્ષા આપવાની ચાલુ જ રાખી.

પટવારી તરીકે નોકરી કાર્ટ-કરતા, તેમણે માસ્ટર્સ કર્યું અને પછી રાજસ્થાનમાં ગ્રામ સેવકના પદ જેવી બીજી ઘણી પરીક્ષાઓ પાસ કરી. તેમાં પણ તેમણે બીજો ક્રમ મેળવ્યો હતો. આ સાથે, તેણે આખા રાજસ્થાનમાં સહાયક જેલરની પરીક્ષામાં પણ ટોપ કર્યું હતું.

Image Source

ડેલુ કહે છે કે જેલરની પોસ્ટ પર જોડાતા પહેલા તેમની સબ ઇન્સ્પેક્ટરની પરીક્ષાનું પરિણામ આવ્યું અને તેમણે તે પણ પાસ કરી હતી. પરંતુ તેમની પરીક્ષાઓની સફર અહીં ન અટકતા, તેમણે વધુ પરીક્ષાઓ આપી. તેમના મનમાં સિવિલ સર્વિસની પરીક્ષામાં પાસ થવાનું નક્કી કરી લીધું હતું.

તેઓ કહે છે, ‘અમારા ઘરની આર્થિક સ્થિતિ ખૂબ નબળી હતી અને આ કારણે લોકો એક જુદા દ્રષ્ટિકોણથી જોતા હતા. હું નાનપણથી જ સમજી ગયો હતો કે જો મારે મારા કુટુંબ માટે સન્માન વધારવું હોય તો તે ફક્ત શિક્ષણ દ્વારા જ થઈ શકે છે. તેથી મારું લક્ષ્ય સ્પષ્ટ હતું કે મારે શ્રેષ્ઠ પદ પર જવું છે.’

Image Source

સબ ઈન્સ્પેક્ટર પછી, તેમણે ત્રીજા અને પછી બીજા વર્ગના શિક્ષકની પરીક્ષા પાસ કરી. તેમણે કોલેજમાં બાળકોને ભણાવતા-ભણાવતા તેમનો અભ્યાસ ચાલુ રાખ્યો. આ સિવાય, તેમણે રાજસ્થાન વહીવટી સેવાઓમાં તહસિલદારનું પદ પણ મેળવ્યું. તહસિલદાર તરીકે નોકરી કરતી વખતે તેમણે યુ.પી.એસ.સી. ની તૈયારી કરી અને બીજા પ્રયાસમાં પરીક્ષા પાસ કરી. ડેલુ જણાવે છે, ‘હું નોકરી છોડીને માત્ર તૈયારાઈઓ પર ધ્યાન આપી શકું એમ ન હતું, કારણ કે મારે ઘરની આર્થિક સ્થિતિ પણ જોવાની હતી. એટલે મેં માત્ર એ વાત પર જ ધ્યાન આપ્યું કે જે મારા હાથમાં હતી – સખત મહેનત.’

Image Source

તેમણે મોટાભાગના વિષયો માટે સેલ્ફ-સ્ટડી કર્યું અને કાયદો અને નીતિશાસ્ત્ર જેવા વિષયોની સમજ માટે એક મહિના માટે ક્લાસ લીધા હતા. તેવી જ રીતે, તેમણે કેટલાક દિવસો માટે સામાન્ય જ્ઞાનના વિષય માટે કોચિંગ લીધું અને પછી જાતે જ પોતાનું રૂટિન બનાવ્યું. પોતાના અભ્યાસના રૂટિન વિશે વાત કરતા, તેમણે કહ્યું કે નોકરી સાથે તેમણે મોડી રાત સુધી વાંચન માટે શિડ્યુલ બનાવ્યું અને પછી વિકેન્ડનો સારી રીતે ઉપયોગ કર્યો. તેમની તૈયારી દરમિયાન તેણે એક પણ ક્ષણ બગાડી ન હતી. તેમનું કહેવું છે કે કોઈપણ પરીક્ષાના અભ્યાસ દરમિયાન ટાઇમ-મેનેજમેન્ટ સૌથી મહત્વપૂર્ણ હોય છે.

Image Source

સહભાગીઓ માટે કેટલીક ટીપ્સ આપતા ડેલુ કહે છે કે સૌથી પહેલાં, તમારા મગજમાંથી એ વાત બહાર કાઢીનાંખો કે જો તમે નાપાસ થશો તો શું? તેમણે હંમેશા એ જ વાતમાં વિશ્વાસ રાખ્યો કે ગુમાવવા માટે કશું જ નથી અને મેળવવા માટે આખી દુનિયા છે. દરેક વ્યક્તિને થોડો તણાવ હોય છે અને તમે આ તણાવને વાંચવાની પ્રેરણા બનાવી શકો છો. પરંતુ જો આ તણાવ તમારા પર હાવી થવા લાગે તો પછી થોડોક વિરામ લો. તમારા પરિવાર સાથે વાત કરો, તમારા મિત્રો સાથે વાત કરો.