રાજસ્થાનના જયપુરમાં હોળીના દિવસે એક અકસ્માત થયો હતો, જેમાં પિતાને રંગ લગાવવા જઇ રહી ઓફિસર દીકરીની મોત થઇ ગઇ હતી. આ ઘટનામાં તેમના પતિ પણ ગંભીર રૂપથી ઘાયલ થયા છે. જે જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાઇ રહ્યા છે.
રાજસ્થાનના ટોંક જિલ્લાના ઉનિયારા પોલિસ સ્ટેશન વિસ્તારના ગામ ઢિકાલિયા પાસે એક રોડ અકસ્માતમાં સીડીપીઓ શિલ્પી મીણાની મોત થઇ ગઇ છે અને તેમના પતિ આરએએસ અધિકારી સંદીપ કુમાર ગંભીર રૂપથી ઘાયલ છે. રસ્તામાં થયેલા આ અક્સ્માતની સૂચના મળતા જ પોલિસ ઘટના સ્થળે પહોંચી હતી અને પોલિસે મૃતદેહને મુર્દાઘરમાં રખાવ્યો અને ઘાયલને હોસ્પિટલમાં સારવાર માટેે દાખલ કરવામાં આવ્યા હતા.

આ ઘટના એ સમયે બની જયારે શિલ્પી મીણા પતિ સાથે ગાડીમાં હોળીના અવસર પર તેમની પિતાને મળવા સવાઇ માધોપુર જઇ રહ્યા હતા. તમને જણાવી દઇએ કે, 35 વર્ષિય શિલ્પી મીણા જયપુરના આમેરમાં મહિલા અને બાળ વિાસ વિભાગમાં સીડીપીઓ પદ પર કાર્યરત હતા, જયારે તેમના પતિ સંદીપ કુમાર સમાજ કલ્યાણ વિભાગમાં સેવાઓ આપી રહ્યા છે.
સવાઇ માધોપુર જતા સમયે રસ્તામાં એક વાહનને બચાવવાના પ્રયાસમાં શિલ્પી મીણાની ગાડી રસ્તાના કિનારે ઊભા પોલથી ટકરાઇ હતી. તે બાદ તેમની ગાડી પલટી ખાઇ ગઇ અને આ દુર્ઘટનામાં શિલ્પી મીણાની મોત થઇ ગઇ જયારે તેમના પતિ ગંભીર રૂપથી ઘાયલ છે.