હિંદુ સંસ્કૃતિમાં ભાણેજના લગ્ન સમયે મામાએ મામેરાં ભરવાની પ્રથા છે. તેવી જ રીતે રાજસ્થાનના નાગૌર જિલ્લામાં અનોખા મામેરા ભરવાની પરંપરા કેટલાય વર્ષોથી ચાલી આવે છે. મારવાડમાં મામેરાંને ‘માયરા’ તરીકે ઓળખવામાં આવે છે. દર વર્ષે લગ્નની સીઝનમાં જિલ્લામાં એકથી એક ચડિયાતા મામેરા જોવા મળે છે. તેમાં જે ઘરમાં લગ્ન થઈ રહ્યા હોય છે, તે ઘરની છોકરીના મામા પોતાના ભાણેજ માટે વધુમાં વધુ મામેરું આપવાની કોશિશ કરે છે, જેથી તેમની બહેન કે દીકરીને લગ્નમાં કોઈ જાતની કમી ન આવે.
રાજસ્થાનમાં આવું જ એક મામેરું 2 કરોડ રૂપિયાનું ભરવામાં આવ્યું. જે નાગૌર જિલ્લાના માલગાંવમાં સંતોષ દેવીના ઘરે આ મામેરું આવ્યું હતું. નાગૌર જિલ્લાના બારુડી કસ્બામાં રહેતા રિટાયર્ડ ટીચર રામનારાયણ ઝાડવાલે પોતાની દીકરીના લગ્નમાં બે કરોડથી વધારેનું મામેરું ભર્યું હતું. હેડ તાલુકામાં આવેલા એક ગામમાં રામનારાયણને બે દીકરા છે. એક દીકરો ડોક્ટર છે અને બીજો વિદેશમાં મોટો બિઝનેસમેન છે. બંનેએ મળીને પોતાની બહેન સંતોષના લગ્ન નજીકના ગામમાં જ રહેતા મીનરાન ઢાકા સાથે કર્યા હતા. લગ્ન પહેલા બે કરોડથી વધારેનું મામેરું ભર્યું છે. જેને જોવા માટે લોકોની ભીડ એકઠી થઈ હતી.
આ મામેરામાં બહેનના સાસરિયાના તમામ લોકોને 140 ચાંદીના સિક્કા આપવામાં આવ્યા. ગામની દીકરીઓને કપડાં પણ આપવામાં આવ્યા. ડોક્ટર અશોક ઝરવાલ ખુદ સરકારી હોસ્પિટલમાં ડોક્ટર છે. તેમનો એક ભાઈ ઓસ્ટ્રેલિયામાં નર્સિંગ ઓફિસર છે. છોકરીના નાના રામનારાયણ ઝરવાલમાં પોતાની ભાણેજનું મામેરું દિલથી ભરવાની વાત કહી તો પરિવારે બહેન માટે આ ક્ષણને યાદગાર બનાવવાનો નિર્ણય લીધો.
પરિવારે જણાવ્યું કે, આ બધા ઉપરાંત તેમણે મામેરાની રસમ દરમ્યાન જમાઈને બાજરાથી ભરેલી ટ્રોલી અને ટ્રેક્ટર પણ ગિફ્ટમાં આપ્યું. મામેરામાં એક કરોડ એક લાખ રૂપિયા રોકડા આપ્યા. નાગૌરમાં 35 લાખનો એક પ્લોટ, 25 તોલા સોનું અને 5 કિલો ચાંદીના ઘરેણાં. નવા ટ્રેક્ટરથી ભરેલી અનાજના કોથળા. ગામની દરેક બહેન દીકરી માટે કપડાં અને પરિવારના સભ્યો માટે ચાંદીના સિક્કા આપ્યા હતા.
View this post on Instagram