ખબર

લગ્નમાં કોરોનાનો હાહાકાર: આ ગામમાં દુલ્હનના પિતાનું મોત અને લગ્નમાં આવેલા 95 લોકો પોઝિટિવ

કોરોના વાયરસની બીજી લહેર રાજસ્થાનના ઝુંઝુનૂં જિલ્લાના ગામ સ્યાલૂ કલાથી ચોંકાવનારી ખબર સામે આવી છે. અહીં એક લગ્ન સમારોહમાં સામેલ થયા 95 લોકો કોરોના સંક્રમિત થઇ ગયા છે. તેમજ દુલ્હનના પિતાની મોત થઇ ગઇ છે.

સ્યાલૂ કલા ગામના રહેવાસી સુરેન્દ્ર શેખાવતનુ કહેવુ છે કે, જયારે આ લોકોની કોરોનાની તપાસ થઇ તો ગામના 95 લોકો પોઝિટિવ આવ્યા. 25 એપ્રિલે ત્રણ લગ્ન હતા અને આ દરમિયાન દુલ્હનના પિતાની પણ મોત થઇ ગઇ હતી. પહેલા ગામના લોકો કોરોનાને માનતા ન હતા અને ખુલ્લેઆમ ફરતા રહેતા હતા. જયારે બધાની તપાસ કરવામાં આવી તો અહીં ડરનો માહોલ છે અને લોકો હવે તેમના ઘરોની અંદર બેઠા છે.

ગામમાં પૂરી રીતે સન્નાટો છે અને રસ્તા પણ ખાલી છે. બાળકો પણ ઘરોની અંદર બંધ છે. લોકો જરૂરી કામથી બહાર નીકળી રહ્યા છે. રાજસ્થાન સરકારે લગ્ન સમારોહમાં માત્ર 11 લોકોને સામેલ થવાની છૂટ આપી છે. નિયમ તોડવા પર 1 લાખ રૂપિયાનો દંડ પણ છે. આ છત્તાં નિયમોને અનદેખા કરવામાં આવ્યા. લગ્ન સમારોહમાં સામેલ લોકોની તબિયત અચાનક બગડવાની શરૂ થઇ તો ચિકિત્સા વિભાગે 150 લોકોની તપાસ કરી, જેમાંથી 95 લોકો કોરોના પોઝિટિવ આવ્યા અને દુલ્હનની પિતાની પણ મોત થઇ ગઇ.

ગામના લોકોનું કહેવુ છે કે, લગ્નમાં ભીડભાડને કારણે આ સ્થિતિ થઇ ગઇ છે. લોકોને લાગે છે કે કોરોના માત્ર શહેર સુધી સીમિત રહેશે અને આટલા બધા કેસ નોંધાવા પર હવે ગામમાં ડરનો માહોલ છે. હવે લોકો ગંભીરતા લઇ રહ્યા છે અને બચાવ કરવાની કોશિશમાં જોડાયેલા છે.