આવી દુલ્હનથી સાવધાન : લગ્નના ત્રીજા દિવસે સાસરે કાંડ કરી ભાગી ગઇ, દુલ્હાએ સંભળાવી દર્દભરી કહાની

પરી જેવી ખુબસુરત દેખાતી દુલ્હન મોટો કાંડ કરી ગઈ, જુઓ

વડીલો ઘણીવાર કહે છે કે, લગ્ન જેવા મોટા નિર્ણય સમજી વિચારીને લેવા જોઇએ. નહિ તો પછીથી પછતાવા સિવાય કંઇ રહી જતુ નથી. આવો જ એક મામલો હાલ સામે આવ્યો છે, જયાં એક દુલ્હન લગ્નના ત્રીજા દિવસે જ લૂટેરી દુલ્હન બની ગઇ અને મોકો જોઇ ઘરમાં રાખેલા દાગીના અને રોકડ લઇને રફુચક્કર થઇ ગઇ.

આ મામલો જયપુરના હરમાડા થાના ક્ષેત્રથી સામે આવ્યો છે, જયાં શનિવારે મોડી રાત્રે થાકી દુલ્હો તેની દુલ્હન રેખા વિરૂદ્ધ એફઆઇઆર દાખલ કરાવવા માટે પહોંચ્યો. પીડિતે કહ્યુ કે, તે મારી ગેરહાજરીમાં ઘરથી લગભગ 5 લાખના દાગીના અને કેટલીક રોકડ લઇ ફરાર થઇ ગઇ.

તેણે આગળ કહ્યુ કે, મેં મારી રીતે તેને શોધવાની ઘણી કોશિશ કરી પરંતુ તે જયારે ના મળી તો હું તમારી પાસે આવ્યો. પીડિત યુવક રામદયાલ જાટ રિટાયર્ડ ફોજી છે. આ તેના બીજા લગ્ન થયા હતા. તેની પહેલી પત્નીની મોત થઇ ગઇ હતી અને ઘરમાં બે માસૂમ બાળકોને માતાનો પ્રેમ મળે તે માટે ઘરવાળાના કહેવા પર મેં બીજા લગ્ન કર્યા હતા.

પીડિતનું કહેવુ છે કે, લગભગ ચાર મહિના પહેલા બસમાં સફર દરમિયાન શ્યામ નામના યુવક સાથે મુલાકાત થઇ. જયાં તેણે રેખા વિશે જણાવ્યુ. તેણે કહ્યુ કે, તે સારા અને ગરીબ પરિવારથી છે. આ માટે તે બાળકો અને માતા-પિતાનું ધ્યાન રાખશે. શ્યામે કહ્યુ કે, તારે બસ લગ્નનો ખર્ચો ઉઠાવવો પડશે.

યુવક તૈયાર થઇ ગયો અને પીડિતે પરિવાર અને સંબંધીઓના દબાણમાં આવીને ત્રણ લાખ રૂપિયા શ્યામને આપી દીધી. તે બાદ શ્યામે બંનેના લગ્ન 30 એપ્રિલના રોજ મંદિરમાં કરાવ્યા હતા. ફરિયાદ અનુસાર જયારે દુલ્હન બની તે સાસરે આવી તો તેણે પહેલા જ દિવસે ઝઘડો કરવાનું શરૂ કરી દીધુ અને બાળકો સાથે મારપીટ પણ કરી.

તેણે વડીલ માતા પિતા સાથે ખરાબ વ્યવહાર કરવાનો શરૂ કર્યો. તેણે પતિ સાથે પણ ઝઘડો કર્યો. એક દિવસ તેણે તેના પતિની ગેરહાજરીમાં ઘર પર 14 વર્ષિય દીકરી અને 11 વર્ષિય દીકરાને ખરાબ રીતે માર્યા. તે બાદ તે ભાગી ગઇ.

 

Shah Jina